Fashion trends these things while wearing strapless outfits
  • Home
  • Fashion & Beauty
  • સ્ટ્રેપલેશ ડ્રેસની ફેશન પુરબહારમાં, પહેરતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન

સ્ટ્રેપલેશ ડ્રેસની ફેશન પુરબહારમાં, પહેરતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન

 | 10:10 am IST

Fashion trends these things while wearing strapless outfits

હાલ બોલીવુડ પાર્ટીઓમાં જ્યાં જુઓ ત્યાં સ્ટ્રેપલેસ આઉટફિટ ખુબજ ટ્રેન્ડમાં છે. જો તમે પણ તમારી પસંદગીની સેલિબ્રિટીની સ્ટાઈલને કોપી કરવાનું વિચારી રહ્યા છો તો કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખો. કેમકે ફેશન એક એવી વસ્તુ છે જેમાં કમ્ફર્ટેબલ હોવુ એટલુ જ જરૂરી છે. જો તમને તેમાં કમ્ફર્ટેબલ ફીલ ન થાય તો તમારૂ ધ્યાન માત્ર ડ્રેસ પર જ રહેશે અને તમે પાર્ટીને એન્જોય નહી કરી શકો.

ડબલ સાઈડેડ ટેપ

ડ્રેસને વારંવાર ઉપર ચઢાવીએ તો ખરેખર ખરાબ લાગે છે આથી ટુ ટેપને કપ પર અને તમારી સ્કીન પર લગાવો. ધ્યાન રાખો કે ઓઇલી સ્કીન કે લોશન લગાવેલી સ્કીન પર ટેપ વધારે રહેતી નથી.

સેફ્ટી પિન લગાવો

ડ્રેસને અંદરની તરફ સેફ્ટી પિનની મદદથી પિનઅપ કરો. આ પિનને ચારે તરફ લગાવો. તમારી બ્રાની પટ્ટીઓ દેખાય નહી તે વાતનું ખાસ ધ્યાન રાખો. નહીંતો આવું વલ્ગર લાગે છે.

સિલિકોન રબર સ્ટ્રિપ

આ સ્ટ્રિપ સ્કીનને ચીપકી જાય છે. ડ્રેસની અંદર કપની તરફ લાઈનિંગમાં આને લગાવી દો. આનાથી તમારા ડ્રેસને સપોર્ટ મળશે.

ફિટિંગ

ડ્રેસના ફિટિંગ પર ખાસ ધ્યાન આપો. જો તે ફિટ હશે તો ડ્રેસ પડવાના ચાન્સ બહુ ઓછા રહેશે. સાથે સાથે પરફેક્ટ ફિટિંગ ડ્રેસનો લુક પણ પરફેક્ટ બનાવશે.

ધ્યાન રાખો

આ પ્રકારના ડ્રેસને પસંદ કરતી વખતે કલર કોમ્બિનેશનને ધ્યાનમાં રાખવુ જરૂરી છે. આ તમામ ડ્રેસમાં કલર્સને ટ્રાઈ કરી શકો છો. આ ડ્રેસ પેસ્ટલ શેડ્સ, બ્રાઈટ કલર્સમાં ખુબજ સારા લાગે છે. બ્રાઈટ કલરમાં પ્રિન્ટ ડ્રેસ સારી લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન