take-care-of-this-kind-of-skin-especially-in-the-cold-of-winter
  • Home
  • Fashion & Beauty
  • શિયાળાની કડકડતી ઠંડીમાં ત્વચાની કરો ખાસ આ રીતે કાળજી

શિયાળાની કડકડતી ઠંડીમાં ત્વચાની કરો ખાસ આ રીતે કાળજી

 | 12:33 pm IST

શિયાળાની ફૂલગુલાબી મોસમ ચાલી રહી છે. સવારના પહોરમાં ઘરનાં બારી-બારણાં ખોલીએ એટલે સરસ મજાની ઠંડક ફરી પાછી આખા શરીરને ઘેરી વળી રહે છે. શિયાળો આવતા જ તેની સાથે સાથે કેટલીક સમસ્યાઓ પણ લાવે છે તમારે આ સિઝનમાં થોડી વધારે કાળજી લેવી પડે છે.

જો કે આખું વર્ષ પસીના અને ગંદકીથી ભરેલી ગરમીથી થાક્યા બાદ આવતી આ સીઝન સૌ કોઈના મનને મોહી લે એ સ્વાભાવિક છે, એમ છતાં કેટલાકને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટતાં ત્વચાની સમસ્યાઓ સતાવવા માંડે છે. તો આવો આજે જાણીએ આ સમસ્યાઓના ઘરગથ્થુ ઇલાજ.

એક ઈંડાની સફેદીમાં એક ચમચી ઓટમીલ નાખીને બનાવવામાં આવેલો માસ્ક 15 મિનિટ ચહેરા પર લગાડી રાખવાથી ત્વચા ટાઇટ અને ચમકીલી બને છે. પાકીને ગળી ગયેલા કેળામાં બે ચમચી મધ તથા થોડું દહીં ઉમેરીને ચહેરા પર લગાડો. આ માસ્ક ડ્રાય સ્કિન માટે બેસ્ટ છે. એકદમ પાકી ગયેલા અવાકાડોને ખમણીને 20 મિનિટ ચહેરા પર લગાડી રાખવાથી ત્વચા મુલાયમ અને ચમકીલી બને છે.

બે ચમચી ઘઉંના લોટમાં એક ચમચી મેયોનીઝ, ચાર ચમચી ચણાનો લોટ તથા ચાર ચમચી મધ નાખીને તૈયાર કરવામાં આવેલું મિશ્રણ બેસ્ટ શિયાળુ ફેસ માસ્ક છે. આ સીઝનમાં સ્કિનને હેલ્ધી રાખવા માટે દિવસના 10-12 ગ્લાસ પાણી પીઓ. લીલા શાકભાજી, ફળ, સલાડ, દૂધનું પૂરતું સેવન કરો. જેથી બહુ જલ્દી તમે ચામડીને લગતી ઉપરની સમસ્યામાંથી ઉગરી જશો.

સારા ક્લીન્ઝરથી ત્વચાને સાફ કરો જે ત્વચાને ડ્રાય ન બનાવે પરંતુ સોફ્ટ રાખે. ત્યાર બાદ ટોનર લગાવો. ઘરે જ દૂધમાં બે ટીપાં મધ ઉમેરીને પણ ટોનર બનાવી શકાય. આનાથી સ્કિન હાઇડ્રેટ થશે. દાડમ ત્વચાના બહારના લેયર એટલે કે એપિડર્મિસને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે તેમ જ એપિડર્મિસ અને ડર્મિસ એટલે કે ત્વચાના અંદરની લેયરમાં નવા કોષો ઉત્પન્ન કરવાનું કામ કરે છે.

મધ, તેમાં થોડી કોફી નાખી માસ્ક બનાવી લગાવો કાળા દાગ પડ્યા હશે તો દુર થઈ જશે. કરચલી વાળી ત્વચા પર કાકડીનો માસ્ક લગાવો. દહી અને બટેટાનો માસ્ક પણ આ સિઝનમાં સારો રહે છે. તો હવે ઠંડીમાં પણ તમે લાગશો સુંદર અને આકર્ષિત બસ કરો થોડી તમારી કાળજી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન