Take care of this will never be noticed Thyroid
  • Home
  • Featured
  • રાખશો આ વાતનું ધ્યાન તો ક્યારેય નહીં થાય થાઇરોઇડ

રાખશો આ વાતનું ધ્યાન તો ક્યારેય નહીં થાય થાઇરોઇડ

 | 3:56 pm IST

વ્યસ્ત લાઇફસ્ટાઇલને કારણે તમે તમારા નાની-નાની સ્વાસ્થ્યની સમસ્યા પર ધ્યાન આપી શકતા નથી અને પછી તે સમસ્યા મોટી સમસ્યાનું રૂપ લઇ લે છે. જેના કારણે આજકાલ લોકોમાં થાઇરોઇડની સમસ્યા વધી રહી છે. થાઇરોઇડ ગ્રંથિ ગળામાં હોય છે. જે થાઇરાક્સિન નામના હોર્મોનથી બને છે. આ સમસ્યા ફક્ત ખરાબ ખાણી-પીણી જ નહીં, પરંતુ તમારી કેટલીક ખરાબ આદતના કારણે પણ થાય છે. તમારી રોજની કેટલીક ખરાબ આદતો થાઇરોઇડની સમસ્યાને વધારી દે છે. જો તમને પણ થાઇરોઇડ હોય તો તમે પણ તમારી આ આદતો સુધારી શકો છો.

તનાવમાં રહેવું

થાઇરોઇડ વધવાનું સૌથી પહેલુ કારણ સ્ટ્રેસ લેવાનું છે. તે સિવાય તેનાથી તમારી યાદશક્તિ કમજોર થવાનો પણ ડર રહે છે. જેથી તો તમને થાઇરોઇડની સમસ્યા છે તો વધારે સ્ટ્રેસ ન લેવો જોઇએ.

વધારે મીઠાનું સેવન

વધારે મીઠું અને સી ફૂડ ખાવાથી પણ શરીરમાં આયોડિનનું પ્રમાણ વધી જાય છે. જેનાથી હાઇપોથાયરાડિજ્મ થઇ શકે છે. જેથી મીઠુ અને સી ફૂડનું ઓછામાં ઓછું સેવન કરવું જોઇએ.

સ્મોકિંગ કરવાથી

ફક્ત થાઇરોઇડ જ નહીં, સ્મોકિંગ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. જેથી આજે જ તમારી આ ખરાબ આદતને બદલી લો. તમારી આ આદત થાઇરોઇડ અને બીમારી વધાવાનું કારણ બની શકે છે.

શુગર કંટ્રોલ ન રહેવાથી

શરીરમાં શુગરના પ્રમાણને કંટ્રોલમાં ન રાખવાથી ઇંસુલિન ખરાબ થઇ જાય છે. જેથી થાઇરોઇડની સમસ્યામાં વધારો થાય છે. માટે તમારે શુગરને કંટ્રોલમાં રાખવું જોઇએ.

વધારે પ્રમાણમાં ડાયેટ

કેલ્શ્યિમ, આર્યન, પ્રોટીન અને સોયા સપ્લીમેન્ટ વધારે પ્રમાણમાં લેવાથી પણ શરીરમાં થાઇરોઇડના હોર્મોનનું બેલેન્સ બગડી શકે છે. જેથી તમારી ડાયેટને થાઇરોઇડ મુજબ મેઇન્ટેઇન કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન