this way take care of your female partner during periods to strengthen bond
  • Home
  • Featured
  • Periodsમાં પણ સેક્સ કરી શકાય છે, બસ આ વાતોનું રાખો ધ્યાન

Periodsમાં પણ સેક્સ કરી શકાય છે, બસ આ વાતોનું રાખો ધ્યાન

 | 1:27 pm IST

પીરિયડ્સના સમયે મહિલાઓ અને યુવતીઓ માટે ખુબજ તકલીફ દાયક હોય છે. આ દરમિયાન ફક્ત શારીરિક જ નહી પણ માનસિક રીતે પણ મહિલાઓ તણાવમાં હોય છે. મૂડ બદલાતા મહિલાઓની હાલત ખરાબ થાય છે આવા સમયે મહિલાઓ ઈચ્છે કે તેને આરામ મળી રહે તેમજ આ સમય ખુબજ સંભાળવાનો હોય છે કેટલીક મહિલાઓ આ સમયે સેક્સના નામ માત્રથી ઉબકાઈ જાય છે આવા સમયે જરૂર પડે છે થોડી ધીરજ અને સંભાળની.

કેટલીક મહિલાઓને જો આ સમયે સેક્સ કરવા માટે ફોર્સ કરવામાં આવે તો મહિલાઓના મનમા એવુ થાય છે કે તેનો પાર્ટનર ફક્ત શરીરનો જ ભુખ્યો છે તેને કોઈ લાગણી જ નથી. આ સમયે મહિલાઓનો સ્વભાવ ચીડાયેલો હોય છે આથી પાર્ટનરની નાની એવી ભૂલ તકરાર માટે કારણ બની જાય છે. અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે જેની મદદથી તમે સાવધાની રાખશો તો પીરિયડ્સમાં પણ તમારી પાર્ટનર સેક્સ કરવાની ના નહી પાડે.

પીરિયડ્સમાં સેક્સ કરવાની ઉતાવળ ન કરશો તમારા પાર્ટનરને પૂરતો સમય ફાળવો. તેને પંપાળો તેને ખુબજ પ્યાર આપો. આનાથી તમારા પરનો વિશ્વાસ વધી જશે. સેક્સમાં વધારેમાં વધારે સમય સાથે રહો. તેને આરામ થાય એવા સ્ટેપ કરીને સેક્સ કરો પછી જુઓ તમારી પાર્ટનર તમારા પર કેવી મહેરબાન થાય છે.

તમારી પાર્ટનરને જ્યુસ પીવડાવો તરલ પદાર્થના સેવનથી તે થોડી રાહત અનુભવશે અને મનમાં જે સેક્સ કરતા તકલીફ પડશે તે ડર છે તે દૂર થઈ જશે. જેટલું દર્દ ઓછુ થશે એટલીજ તે તમને સેક્સમાં સપોર્ટ કરશે.

કેટલીક મહિલાઓને પીરિયડ્સમાં ગુપ્તભાગ પર બળતરા થાય છે આવા સમયે સેક્સ કરતા થોડી સાવધાની રાખવી જોઈએ. સેક્સ કરવા માટે કોઈ સમય હોતો નથી બસ એકબીજાનો સાથ અને જરૂરિયાત પ્રમાણે સેક્સ કરવાથી બંને વધારે આનંદની અનુભૂતિ કરી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન