Taking the railway land in Rajula MLA Amrish Der counter-attack against CR Patil's allegation
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • રાજુલામાં રેલવેની જમીનને લઈ સી.આર. પાટીલના આક્ષેપ સામે MLA અમરીશ ડેરનો વળતો પ્રહાર

રાજુલામાં રેલવેની જમીનને લઈ સી.આર. પાટીલના આક્ષેપ સામે MLA અમરીશ ડેરનો વળતો પ્રહાર

 | 7:49 pm IST
  • Share

રાજુલામાં રેલવેની જમીનને લઈને થયેલા વિવાદમાં આજે ફરી ભાજપ-કોંગ્રેસ આમને સામને આવ્યા છે. અમરેલીના પ્રવાસે રહેલા ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે અમરીશ ડેરનું નામ લીધા વગર રેલવેની જમીન ઉપર કોઈનો ડોળો હતો જેને અટકવવાનું કામ અમરેલીના સાંસદે કર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

બીજી તરફ ધારાસભ્ય અમરીશ ડેરે પણ પાટીલ પર વળતો પ્રહાર કરતા જણાવ્યુ કે, સાંસદે બગીચાનું કામ અટકાવ્યું તેનો ઠપકો દેવાના બદલે સી.આર. પાટીલે તેની પીઠ થપથપાવીને નૈતિક અપરાધ કર્યો છે. ભાજપને કોંગ્રેસ કે અમરીશ ડેર સામે વાંધો હોય પણ રાજુલાના બાળકો, યુવાનો અને વૃદ્ધો સામે શુ વાંધો છે. મારે જશ નથી જોતો. ભાજપના સાંસદ જ ખાતર્મુત અને લોકાર્પણ ભલે કરે પરંતુ લોકોની સુખકારીના કામ થવા જોઈએ તેવું જણાવ્યું હતું.

રાજુલાથી કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરે જણાવ્યું હતું કે, રાજુલા નગરપાલિકાએ ભાવનગર DRMને પત્ર લખીને માગણી કરી હતી. અને પ્રપોઝલ મંજુર થયા બાદ MOU પણ કરવામાં આવ્યા હતા. આ બાબતની જાણ થતાં અમરેલીના સાંસદે કામગીરી અટકાવી હતી. અને બગીચો બનાવવાના બદલે FCIના ગોડાઉન બને તે પણ સારી વાત છે. પરંતુ મારી લડત બગીચો બનાવવા માટે હતી, જમીન મારે નહોતી જોતી. જો ગાર્ડન બનશે તો તેનો જશ ભાજપને આપીશું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો