હળવદઃ મારૂતિ વેનમાં ભરેલા ૨૧ ઘેટાં-બકરાંને બચાવાયા કતલખાને લઈ જતાં - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • હળવદઃ મારૂતિ વેનમાં ભરેલા ૨૧ ઘેટાં-બકરાંને બચાવાયા કતલખાને લઈ જતાં

હળવદઃ મારૂતિ વેનમાં ભરેલા ૨૧ ઘેટાં-બકરાંને બચાવાયા કતલખાને લઈ જતાં

 | 4:05 pm IST

હળવદ પંથકમાંથી અબોલ પશુઓની હેરાફેરી થઈ રહી છે અને હળવદ બજરંગદળના કાર્યકરો જીવના જોખમે આ અબોલ જીવોને મોતના મુખમાં જતા અને અબોલ જીવોને બચાવી લેવામાં આવી રહ્યા છે.

હળવદ પંથકના અમરાપર ગામે રવિવારે એક મારુતિ વેનમાં કતલખાને લઈ જવાતા ૨૧ ઘેટાં-બકરાં ભરેલી આ ગાડી અમરાપરથી પસાર થઈ હોવાની ચોક્કસ બાતમી હળવદ બજરંગદળના કાર્યકરોને થતાં બજરંગદળના ભાવેશભાઈ ઠાકર, પાંચાભાઈ ભરવાડ, કાનાભાઈ, રણછોડભાઈ, સુરેશ કોળી સહિતના વીસ કાર્યકરો રાત્રીના ૧૧ વાગ્યે અમરાપરથી હળવદ તરફ આવેલા વેગડવાવ ફાટક પાસે સંતાઈને વોચ રાખેલ તે દરમિયાન ૧૧.૩૦ કલાકે મારુતિ વેન પસાર થતાં તમામ કાર્યકરોએ આ વાહન અટકાવી અંદર તલાશી લેતા મારુતિવાનમાં કતલખાને લઈ જવાતા ૧૭ બકરાં તથા ચાર ઘેટાંને ખીચોખીચ ભરેલી હાલતમાં મળી આવ્યા હતા.

બાદમાં આ મારુતિ વેનને તાત્કાલિક હળવદ પોલીસ સ્ટેશને લઈ જઈને મારુતિવેનમાંબે આરોપીઓને ઝડપી પાડયા હતા. જેમાં જેમાં કુરેશી મહંમદ ઇકબાલ રહે. વાંકાનેર અને બીપીન કોળી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે ૨૧ અબોલ જીવોને હળવદ પાજંરાપોલમાં મૂકી આવવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન