સંસદીય પક્ષની બેઠકમાં મોદીએ BJP સાંસદોને આપ્યો જીતનો મંત્ર - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • સંસદીય પક્ષની બેઠકમાં મોદીએ BJP સાંસદોને આપ્યો જીતનો મંત્ર

સંસદીય પક્ષની બેઠકમાં મોદીએ BJP સાંસદોને આપ્યો જીતનો મંત્ર

 | 5:50 pm IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ BJP સાંસદોને બજેટમાં જાહેર કરવામાં આવેલી કલ્યાણ યોજનાઓની જાણકારી આમ લોકો વચ્ચે પહોચાડવાનું કહ્યું છે. શુક્રવારે BJP સંસદીય પક્ષની બેઠકમાં તેમણે આ વાત પર ભાર મુકતા આ યોજનાઓને લોકપ્રિય બનાવવા અને પ્રચાર-પ્રસાર કરવા આગામી ચૂંટણીમાં તેમની જીતનો દાવો સાબિત થશે.

બેઠકમાં હાજર નેતાઓના અનુસાર પ્રધાનમંત્રીએ કહ્યું કે સાસંદોની સફળતા પાર્ટીના પ્રદર્શન પર નિર્ભર છે, એવામાં તેમને સરકારની ગરીબોન્મુખી અને કિસાન કલ્યાણ યોજનાઓને જનતાની વચ્ચે લોકપ્રિય બનાવવું જોઈએ.

પ્રધાન્માંત્રીએ વધુમાં કહ્યું કે આ મામલે મારા નિર્વાચન ક્ષેત્રોમાં આવતા એક મહિનામાં લોકોને જાણકારી આપે. પ્રધાનમંત્રીની આ ટિપ્પણી વર્ષ 2018માં અમુક રાજ્યોમાં થવાની વિધાનસભાની ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણીના સદર્ભમાં મહત્વપૂર્ણ રહેશે. બેઠક પછી સંસદીય કાર્ય મંત્રી અનંત કુમારે પત્રકારોને જણાવ્યું કે પ્રધાન્માંત્રીએ બજેટ મામલે વિગતવાર સાથે ચર્ચા કરી અને ખાસતોરમાં કિસાનો અને ગરીબો પર સકારાત્મક પ્રભાવો તથા સ્વાસ્થ્ય યોજનાથી 10 કરોડ પરિવારોને થવાના લાભ પર ચર્ચા કરી હતી

BJP સંસદીય પક્ષની બેઠકના અમુક સમય પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફિલીસ્તાન, UAE અને ઓમાન જવા રવાના થઇ ગયા હતા. પાર્ટી સંસદીય બેઠકમાં BJP અધ્યક્ષ અમિત શાહે રાફેલ ડીલ્સની જાણકારી સાર્વજનિક કરવાની માંગ અને આ વિશે આરોપ લગાડનારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પણ ભરપુર પ્રહાર કર્યા હતા.

શાહે રાહુલની રાજનીતિના નિયમોને અલોકતાંત્રિક બતાવ્યા હતા. તેમણે જણાવ્યું કે આ વાત પ્રધાનમંત્રીના ભાષણમાં કોંગ્રેસ પાર્ટીની અડચણ કરવામાં સ્પષ્ટ થઇ ગઈ. સાથે તેમણે રાફેલ વિમાન ડીલ્સ સાથે સંકળાયેલી વાતોને રાષ્ટ્રીય હિતથી જોડાયેલી વાતને રાજનીતિ કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષની ટીકા કરી હતી.