Talati cum Mantri working in Gujarat beware: online presence will be enough
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગુજરાતમાં કામચોરી કરતા તલાટી કમ મંત્રીઓ સાવધાન: તખ્તો તૈયાર કરાયો

ગુજરાતમાં કામચોરી કરતા તલાટી કમ મંત્રીઓ સાવધાન: તખ્તો તૈયાર કરાયો

 | 4:37 pm IST
  • Share

  • ગાંધીનગર – તલાટી અને તલાટી કમ મંત્રી ગેરહાજર રહેવાની ફરિયાદો

  • પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગનું મહત્વનું આયોજન

  • તલાટી અને તલાટી કમ મંત્રીની ઓનલાઇન હાજરી લેવાશે

ગાંધીનગરમાં તલાટી અને તલાટી કમ મંત્રી ગેરહાજર રહેવાની ફરિયાદો સામે આવી છે. ત્યારે આ ફરિયાદના પગલે ગ્રામ પંચાયત ગૃહ નિર્માણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તલાટી અને તલાટી કમ મંત્રીઓની હવેથી ઓનલાઇન હાજરી લેવામાં આવશે. દરેક પંચાયતમાં બાયો મેટ્રિક સિસ્ટમ ઊભી કરવામાં આવશે. અરજદારોની ફરિયાદના આધારે પંચાયત વિભાગે વિચારણા કરીએ આ નિર્ણય લીધો છે. ત્યારે કામચોરી કરતા તલાટીઓ સામે પંચાયત વિભાગે કડક વલણ અપનાવ્યુ છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજ્યની કેટલીક પંચાયતોમાં તલાટી અને તલાટી કમ મંત્રી ગેરહાજર રહેવાની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગે મહત્વપૂર્ણ આયોજન કર્યું છે. દરેક પંચાયતમાં તલાટી કમ મંત્રીની હાજરી હવે ઓનલાઈન પુરાશે અને તે માટે બાયોમેટ્રિક સિસ્ટમ લગાવવામાં આવશે. અગાઉ ઈ-તાસના માધ્યમથી હાજરી પૂરવાનો નિર્ણય કરાયો હતો પણ તેનો તલાટી કમ મંત્રીઓએ વિરોધ કર્યો હતો. જો કે, હવે અરજદારોની વ્યાપક ફરિયાદોના પગલે પંચાયત વિભાગે આકરૂં વલણ અપનાવ્યું છે અને ગેરહાજર તેમજ લેટ આવનારા તલાટી કમ મંત્રીઓ સામે કડક કાર્યવાહી કરવાના સંકેત પણ આપી દીધા છે.

રાજ્યના અંતરિયાળ વિસ્તારના અનેક ગામડાઓમાં કેટલાક ગુલ્લીબાજ તલાટીઓ પોતાના નિયત સમયે આવતા નહોતા, અને ક્યારેક આવે તો ક્યારે જતા રહેતા હતા તેની કોઈને ખબર પડતી નહોતી. પંચાયતોમાં લોકોને વિવિધ દાખલાથી લઈ અન્ય જરૂરી કામકાજ માટે ધક્કા ખાવા પડતા હતા. કેટલાક તલાટીઓ કામ ચોરી કરતા હતા અને પોતાના અન્ય કામોમાં રચ્યા પચ્યા રહેતા હોવાની પણ વ્યાપક ફરિયાદો પંચાયત ગૃહ નિર્માણ વિભાગના ધ્યાને આવી હતી. જેથી આ બદીને ડામવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો