Taliban government wants to maintain good relations with its neighbors
  • Home
  • Top News
  • તાલિબાન સરકાર પાડોશીઓ સાથે સારા સંબંધ રાખવા માગે છે

તાલિબાન સરકાર પાડોશીઓ સાથે સારા સંબંધ રાખવા માગે છે

 | 7:40 am IST
  • Share

  •  કાર્યકારી વડા પ્રધાન મુલ્લા હસન અખુંદનું પ્રથમ સંબોધન

  • અન્ય દેશના આંતરિક મામલે દખલગીરી નહીં કરાય

  • ત્રણ મહિના પહેલા તાલિબાનોએ કાબુલ પર કબજો મેળવ્યો

અફઘાનિસ્તાનની તાલિબાની સરકારના કાર્યકારી વડાપ્રધાન મુલ્લા હસન અખુંદે કહ્યું છે કે અફઘાનિસ્તાન પાડોશી દેશ સાથે સારા સંબંધ રાખવા માગે છે. અફઘાનિસ્તાન કોઈ પણ દેશના આંતરિક મામલે દખલગીરી નહીં કરે. રાષ્ટ્રને પ્રથમ સંબોધનમાં, તાલિબાન વડા પ્રધાને દુષ્કાળને ભગવાન તરફ્થી મળેલી કસોટી ગણાવી હતી અને હસન અખુંદે કટોકટી વચ્ચે તાલિબાન શાસનનો બચાવ કર્યો. તેઓ બગડતી આર્થિક કટોકટી માટે દોષી નથી અને હકાલપટ્ટી કરાયેલી સરકારના ભ્રષ્ટાચારને નાબૂદ કરવા તેઓ કામ કરી રહ્યા છે. તેમણે કેબિનેટના વિસ્તરણ માટે આંતરરાષ્ટ્રીય દબાણને પણ ફ્ગાવી દીધું હતું.

ત્રણ મહિના પહેલા તાલિબાનોએ કાબુલ પર કબજો મેળવ્યો અને દેશ પર પોતાનું શાસન જમાવ્યું ત્યાર પછી પહેલીવાર સરકારી માધ્યમો પર અડધો કલાકનો ઑડિયો પ્રસારિત કરાયો હતો. તાલિબાનના ટેકઓવરને કારણે સરકારને આંતરરાષ્ટ્રીય સહાય બંધ કરી દેવામાં આવી હતી અને વિદેશમાં રાખવામાં આવેલી અફ્ઘાનિસ્તાનની અબજો ડોલરની સંપત્તિને પણ સ્થગિત કરી દેવાઈ છે જેથી પહેલેથી જ ભાંગી રહેલી અર્થવ્યવસ્થા વધુ ખરાબ થઈ હતી.

અખુંદે જણાવ્યું હતું કે અગાઉની, યુએસ સમર્થિત સરકાર હેઠળ ઘટતી બેરોજગારી અને નાણાકીય મંદીની સમસ્યાઓ શરૂ થઈ હતી. તેમણે ઉમેર્યું હતું કે અફઘાનોએ તાલિબાનને દોષી ઠેરવવાના દાવાઓ પર વિશ્વાસ કરવો જોઈએ નહીં. તેમણે વ્યાપક ભ્રષ્ટાચાર તરફ્ ઈશારો કરતા કહ્યું કે, હકાલપટ્ટી કરાયેલી સરકારે વિશ્વની સૌથી નબળી વ્યવસ્થા ચલાવી હતી. તેનાથી વિપરીત, તેમણે કહ્યું કે તાલિબાન ભ્રષ્ટાચારને નાબૂદ કરી રહ્યા છે અને સમગ્ર દેશમાં સુરક્ષા લાવી રહ્યું છે. અમે લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે શક્ય તેટલા પ્રયત્નો કરી રહ્યા છીએ. અમે દરેક વિભાગમાં ઓવરટાઇમ કામ કરી રહ્યા છીએ, અખુંદે જણાવ્યું હતું કે, તેમણે આર્થિક કટોકટીનો ઉકેલ લાવવા અને સરકારી કર્મચારીઓને પગાર ચૂકવવા માટે સમિતિઓની રચના કરી છે. મોટાભાગના કર્મચારીઓને મહિનાઓથી પગાર મળ્યો નથી.

અફ્ઘાનિસ્તાન દાયકાઓમાં તેના સૌથી ભયંકર દુષ્કાળનો ભોગ બન્યું છે, અને આર્થિક પતનનો અર્થ એ છે કે ઘણા લોકો ખોરાક પરવડી શકે તેમ નથી.

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો