Taliban on Iran warning: Panjshir is our internal matter
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઇરાનની ચેતવણી પર તાલિબાન ભડકયું, કહી દીધું- દૂર રહો, પંજશીર અમારો આંતરિક મામલો

ઇરાનની ચેતવણી પર તાલિબાન ભડકયું, કહી દીધું- દૂર રહો, પંજશીર અમારો આંતરિક મામલો

 | 12:03 pm IST
  • Share

અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓના લોહિયાળ જંગ બાદ તેમની નજર હવે પંજશીર ઘાટી પર છે. પંજશીર ઘાટીને લઇ તાલિબાન ધમપછાડા કરી રહ્યું છે અને લોહિયાળ જંગ ખેલી રહ્યું છે. આ બધાની વચ્ચે થોડાંક દિવસ પહેલાં ઇરાને પંજશીરમાં લોહિયાળ જંગને લઇ ચેતવણી આપી હતી. તેના પર તાલિબાની આતંકીઓ ભડકયા છે અને તેમણે તહેરાનને હસ્તક્ષેપ ના કરવાનું કહી દીધું છે.

તાલિબાનના પ્રવકતા સુહેલ શાહીને એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે પંજશીર અમારો આંતરિક મામલો છે અને તેને ઉકેલી લેવાશે. અમે તેને વાતચીત દ્વારા ઉકેલવા માંગીએ છીએ પરંતુ હજી સુધી અમે તેના નિષ્કર્ષ સુધી પહોંચી શકયા નથી. તો અંતિમ વિકલ્પ તરીકે અમે સૈન્ય કાર્યવાહીનો સહારો લીધો અને તે પૂરો થઇ ગયો.

ઇરાને પંજશીરને લઇ શું કહ્યું હતું?

તાલિબાને પંજશીર ઘાટી પર હુમલો કરતાં ઇરાનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તાલિબાનને ચોખ્ખી ચેતવણી આપીએ છીએ કે તેઓ લક્ષ્મણ રેખાને ઓળંગે નહીં. તેઓ પંજશીરમાં પાકિસ્તાનના હસ્તક્ષેપની તપાસ કરી રહ્યા છે. પંજશીરના કમાન્ડરોની ‘શહાદત’થી ખૂબ જ નિરાશાજનક છે અને ગઇકાલે રાત્રે થયેલા હુમલાની અમે નિંદા કરીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન