Taliban warns America not destabilize govt in Afghanistan
  • Home
  • Featured
  • અમેરિકાને તાલિબાનની ચેતવણી, અફઘાનિસ્તાનમાં કંઇ ખોટું કર્યું તો….

અમેરિકાને તાલિબાનની ચેતવણી, અફઘાનિસ્તાનમાં કંઇ ખોટું કર્યું તો….

 | 1:45 pm IST
  • Share

  • અમેરિકન સેનાની વાપસી બાદ પહેલી વખત તાલિબાન અને અમેરિકા સામ સામે

  • અમેરિકન અધિકારીઓ અને તાલિબાનના વરિષ્ઠ અધિકારીઓની મુલાકાત થઇ

  • અમેરિકા તાલિબાની સરકારને માન્યતા આપ્યા વગર અફઘાન લોકોની મદદ કરવા તૈયાર

     

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેનાની વાપસી બાદ પહેલી વખત અમેરિકા અને તાલિબાન સામ-સામે આવી ગયા છે. કતારના દોહામાં શનિવારના રોજ અમેરિકન અધિકારીઓ અને તાલિબાનના વરિષ્ઠ અધિકારીઓની મુલાકાત થઇ છે. આ મુલાકાત બાદ અમેરિકાનું કહેવું છે કે તેઓ તાલિબાની સરકારને માન્યતા આપ્યા વગર અફઘાનિસ્તાનના લોકોની મદદ કરવા માટે તૈયાર છે. આ સિવાય અમેરિકાનું એમ પણ કહેવું હતું કે હવે તાલિબાનને તેના નિવેદનોથી નહીં પરંતુ તેના કામથી આંકવામાં આવશે.

તાલિબાન-અમેરિકાએ કેટલાંય મુદ્દા પર કરી વાત

અમેરિકન વિદેશ વિભાગના પ્રવકતા નેડ પ્રાઇસે કહ્યું કે અમેરિકન પ્રતિનિધિમંડળે દોહા વાર્તા દરમ્યાન તાલિબાન પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી અને મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય હિતના મુદ્દા પર ચર્ચા કરી. તેમાં આતંકવાદ, સુરક્ષા, વિદેશી નાગરિકોની સુરક્ષા સામેલ હતી. આ સિવાય છોકરીઓ અને મહિલાઓના મુદ્દા પર પણ બંને દેશોએ વાત કરી.

અફઘાન સરકારને અસ્થિર કરવાની કોશિશ ના કરો: તાલિબાન

જો કે તાલિબાનના પણ આ વાર્તા દરમ્યાન તેવર તીખા હતા. કાર્યવાહક વિદેશ મંત્રી અમીર ખાન મુત્તકીએ અમેરિકાને ચેતવણીભર્યા લહેકામાં કહ્યું કે તેઓ અફઘાનિસ્તાનને અસ્થિર કરવાની કોશિશ ના કરે. દોહામાં થયેલી વાતચીત બાદ અમીર ખાને અફઘાનિસ્તાનની સમાચાર એજન્સી બખ્તર સાથે આ અંગે વાત કરી હતી. તેમણે પોતાના આ નિવેદનમાં કહ્યું હતું કે અમે તેમને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે અફઘાનિસ્તાનમાં સરકારને અસ્થિર કરવાની કોશિશ ના કરે નહીં તો આ કોઇ માટે સારું નહીં હોય. જો અફઘાનિસ્તાનમાં હાલની સરકારને નબળી પાડવા માટે કોઇપણ પ્રકારનું ષડયંત્ર રચવામાં આવે છે તો આ બાકીની દુનિયા માટે પણ સમસ્યા ઉભી કરી શકે છે. આ સિવાય તાલિબાને અફઘાનિસ્તાનની કેન્દ્રીય બેન્કના ભંડાર પર મૂકેલા પ્રતિબંધોને હટાવાનું કહ્યું છે. આપને જણાવી દઇએ કે અમીર ખાન મુત્તકી દોહામાં તાલિબાન-અમેરિકાની વાર્તાનું નેતૃત્વ કરી રહ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો