મંત્રણા અંગે પાક.ની નીતિથી ખુશ, ભારતના વલણથી દુઃખી : મણિશંકર - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • મંત્રણા અંગે પાક.ની નીતિથી ખુશ, ભારતના વલણથી દુઃખી : મણિશંકર

મંત્રણા અંગે પાક.ની નીતિથી ખુશ, ભારતના વલણથી દુઃખી : મણિશંકર

 | 4:57 am IST

કરાચી :

કોંગ્રેસમાંથી હાંકી કઢાયેલા નેતા મણિશંકર ઐય્યરે પાકિસ્તાનમાં જઈને સોમવારે નિવદેન કરીને વિવાદ સર્જી દીધો છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે મુદ્દાનો ઉલ્લેખ કરતાં ઐય્યરે જણાવ્યું હતું કે, મંત્રણાથી જ ઉકેલાય એ જ એક માત્ર માર્ગ છે. તેમણે જણાવ્યું હતું કે, મને ગર્વ છે કે પાકિસ્તાને આ નીતિનો સ્વીકાર કર્યો છે, પરંતુ દુઃખ એ છે કે ભારતે તેને એક નીતિ તરીકે અપનાવી નથી !

કરાચી લિટરેચર ફેસ્ટિવલમાં પહોંચેલા ઐય્યરે કહ્યું કે તેઓ પાકિસ્તાનને એટલો જ પ્રેમ કરે છે, જેટલો ભારતને કરે છે. ફેસ્ટિવલમાં ૨૩૫ વક્તાઓએ પોતપોતાની વાત રજૂ કરી હતી, જેમાં ૨૦૫ પાકિસ્તાની અને ૩૦ વિદેશી વક્તાઓ હતા.

બંને દેશો વચ્ચેના મુદ્દાઓનો ઉલ્લેખ કરતાં ઐય્યરે કહ્યું કે મંત્રણા જ એક માત્ર માર્ગ છે, જે થકી તેને ઉકેલી શકાય એમ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મને ગર્વ છે કે ભારતીય નીતિ તરીકે તેને અપનાવાઇ નથી. તેમણે કોઈ પણ જાતના અવરોધ વિના મંત્રણાથી જ તે ઉકેલી શકાય એમ છે.

કોંગ્રેસી નેતાએ કહ્યું કે બંને દેશોની વચ્ચે ઇન્ડિયા ડાયરેક્ટ ટેરિરિઝમ અને કાશ્મીર મહત્ત્વના મુદ્દા છે, જે ઉકેલાવા જોઈએ. ભારત અને પાકિસતાનને એ નીતિ અપનાવી જોઈએ, જેને પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના શાસનમાં ઘડવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દ્વિપક્ષી સબંધને સામાન્ય કરવાની દિશામાં પાકિસ્તાને ખૂબ જ પ્રગતિ કરી છે, પરંતુ ભારતના વલણમાં મામૂલી ફેરફાર આવ્યો છે. કાશ્મીર અને ભારતમાં આતંકી મોકલવા મુખ્ય મુદ્દો છે. આતંકવાદના મામલે પાકિસ્તાન ઇચ્છે છે કે ભારત તેનો ઉકેલ આણે અને ભારત ઇચ્છે છે કે પાકિસ્તાન તેના પર કામ કરે.

મણિશંકરનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે જમ્મુ- કાશ્મીરમાં સતત થઈ રહેલા આતંકી હુમલા અંગે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ મોદી સરકારની કડક ટીકા કરી રહી છે. કોંગ્રેસી નેતા અને રાજ્યસભા સાંસદ વી હનુમંથ રાવે જણાવ્યું હતું કે, મણિશંકરનું આ નિવેદન ગ્રાહ્ય નથી. રાહુલજીએ તેમને કાયમી સસ્પેન્ડ કરી દેવા જોઈએ.

દ્વિપક્ષી મંત્રણા માટે મોદીને સત્તામાંથી દૂર કરવા પડે !

મણિશંકર ઐય્યરે ૨૦૧૫માં પાકિસ્તાનમાં દુનિયા ટીવીને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે જો પાકિસ્તાનને ભારત સાથે દ્વિપક્ષી મંત્રણા કરવી હોય તો તેણે પહેલાં નરેન્દ્ર મોદી સરકારને દૂર કરવી પડશે અને કોગ્રેસને સત્તામાં લાવવી પડશે. તેમણે કહ્યું હતું કે, મોદીને સત્તામાંથી દૂર કર્યા વિના બંને દેશોની મંત્રણા શક્ય નથી.

મોદી પરના વિવાદિત નિવેદન બાદ સસ્પેન્ડ

ગુજરાત ચૂંટણી દરમિયાન ઐય્યરે મોદી અંગે વિવાદિત નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, મને આ માણસ ઘણો નીચ લાગે છે. તેમનામાં કોઈ સભ્યતા નથી. આવા મુદ્દે આ પ્રકારની ગંદી રાજનીતિ કરવાની શું આવશ્યકતા છે ? આ નિવેદન અંગે વિવાદ વધ્યા બાદ ઐય્યરને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરી દેવાયા હતા.

;