'Talk of the Town' in PSI Shweta Jadeja Keshod, a bribe taker of women's crime in Ahmedabad
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • અમદાવાદમાં મહિલા ક્રાઈમની ‘તોડબાજ PSI શ્વેતા જાડેજા’ કેશોદમાં ‘ટોક ઓફ ધી ટાઉન’

અમદાવાદમાં મહિલા ક્રાઈમની ‘તોડબાજ PSI શ્વેતા જાડેજા’ કેશોદમાં ‘ટોક ઓફ ધી ટાઉન’

 | 5:22 pm IST
  • Share

અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતી મહિલા પીએસઆઈને 20 લાખની લાંચ લેવાનુ ભારે પડી ગયું છે. એસઓજીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી કોર્ટમાં 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપીના ઘરે, વતનમાં, લાંચની રકમ માટે રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. આરોપી અને તેના સગાની બેંક ડિટેઈલની તપાસ જરૂરી હોવાનું પોલીસે જણાવ્યું છે. અગાઉ કોઈ જગ્યાએથી પૈસા લીધા છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે.

આડે ક્રાઇમ બ્રાંચની ટીમ જૂનાગઢના કેશાદમાં અમદાવાદના કથિત દુષ્કર્મ પ્રકરણમાં અમદાવાદ ક્રાંઇમ બ્રાંચની ટીમની પીએસઆઇ શ્વેતા જાડેજાના ઘરે તપાસ કરવા પહોંચી હતી. ક્રાઇમ બ્રાંચની ટુકડી મોડી રાત્રે પીએસઆઇના ઘરે પહાચતા ઘરને તાળા મારેલા જોઇ પરત ફરી હતી. આ સમગ્ર ઘટનામાં પીએસઆઇ શ્વેતા જાડેજાએ દુષ્કર્મની ફરીયાદ દબાવવા 20 લાખ અને સાક્ષીને ધમકાવવાના કેસમાં 15 લાખ માંગતાં તેમના વિરૂધ્ધ ફરીયાદ નોંધાઇ છે. કેશાદ શહેરમાં પીએસઆઇ વિરૂધ્ધ નોંધાયેલા ફરીયાદ ટોક ઓફ ધી ટાઉન બની ગઇ છે. કેશોદમાં આ મહિલા પીએસઆઇ વિશે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે તેઓ કપડાના અને જ્વેલરીના ખુબ જ શોખિન છે અને તેમને ફરવું ખુબ જ ગમે છે. તથા તેઓ આલિશાન કાર ફેરવવા માટે પણ ઓળખાય છે. આમ આ મહિલા પીએસઆઇ પોતાના સરકારી પાવરનો ઉપયોગ કરી પોતાના શોખ પૂરા કરે છે તેવી પણ લોકોમાં ચર્ચા છે.

પીએસઆઈ શ્વેતા જાડેજાની ધમકી

દુષ્કર્મનાં આરોપીને પાસામાં પુરી દેવાની ધમકી પીએસઆઈ શ્વેતા જાડેજાને ભારે પડી ગઈ છે. લોકોને લોકઅપમાં પૂરતી પીએસઆઈ શ્વેતા જાડેજા હવે ખુદ પોલીસ સંકજામાં આવી ગઈ છે. એસઓજીએ કોર્ટમાં 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જો કે, કોર્ટે 3 દિવસનાં જ રિમાન્ડ મંજૂર કર્યા હતા.

મહિલા પીએસઆઈ મુળ કેશોદની ત્યાં પણ તપાસ જરુરી છે જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં તપાસ કરવા માટે પહોંચી હતી. પરંતુ ઘરને તાળુ માર્યું હોવાથી ક્રાઇમ બ્રાંચની ટીમ પરત ફરી હતી. મહિલા પીએસઆઈના બેંક સ્ટેટમેન્ટની તપાસ થશે. કરપ્સનનો ગુનો હોઈ એસીબી તપાસમાં ઝંપલાવે તેવી શકયતા છે.

ઘટનાના બેકગ્રાઉન્ડમાં જઈએ તો 2017માં પશ્વિમ મહિલા પોલીસ સ્ટેશનમાં નરોડા વિસ્તારમાં આવેલી જીએસપી કોપ સાઈન્સ પ્રા.લિના એમડી કેનલ શાહ સામે દુષ્કર્મની ફરિયાદ નોધાઈ હતી. બાદમાં બીજી ફરિયાદ પણ નોધાઈ હતી જેમાં એક ફરિયાદી મહિલા તેની પીએ હતી જયારે બીજી મહિલા ઈવેન્ટ ઓર્ગેનાઈઝર. જેની એક ફરિયાદની તપાસ કરનાર મહિલા પી.એસ.આઈ. શ્વેતા જાડેજા અને બીજી ફરિયાદની તપાસ એસીપી ક્રાઈમ મીની જોસેફ કરતાં હતાં.

આ કેસમાં પીએસઆઈ શ્વેતા જાડેજાએ આરોપીને પાસામાં પુરી દેવાની ધાક ધમકી આપીને ડરાવ્યા હતા બાદમાં કેનલ શાહને મહિલા પોલીસ સ્ટેશનમાં બોલાવીને કાયદાનો દમ મારીને પાસા નહી કરવા માટે 35 લાખની માંગણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન