વાહન ચલાવતા સમયે મોબાઇલ પર વાત કરવી એ કોઇ ગુનો નથી: હાઇકોર્ટ - Sandesh
NIFTY 10,513.85 +83.50  |  SENSEX 34,663.11 +318.20  |  USD 68.3425 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • વાહન ચલાવતા સમયે મોબાઇલ પર વાત કરવી એ કોઇ ગુનો નથી: હાઇકોર્ટ

વાહન ચલાવતા સમયે મોબાઇલ પર વાત કરવી એ કોઇ ગુનો નથી: હાઇકોર્ટ

 | 8:01 pm IST

કેરલ હાઇકોર્ટે કહ્યું કે વાહન ચલાવતા સમયે મોબાઇલ પર વાત કરતાં અકસ્માત થઈ શકે છે કે તેનાથી કોઈને જોખમ છે, એ વાત એટલા માટે કહી શકાય નહીં કે, એ અંગે કોઈ કાયદો જ નથી! ડિવિઝન બેન્ચના જસ્ટિસ એ. એમ. શફીક અને જસ્ટિસ પી. સોમરાજને આ ચુકાદો આપ્યો છે. કેરળના સંતોષ એમ.એ બેન્ચ સમક્ષ આ સંદર્ભે પીઆઈએલ દાખલ કરી હતી.

ફરિયાદપક્ષે જણાવ્યું હતું કે અરજદાર ગયા વર્ષે 26 એપ્રિલની સાંજે વાહન ચલાવી રહ્યો હતો એ દરમિયાન તે મોબાઇલ પર વાત પણ કરતો હતો. એ સમયે પોલીસે તેને પકડયો હતો. સિંગલ બેન્ચે જોયું કે કાર ચલાવતી વખતે મોબાઇલ ફોન પર વાત કરવી મોટર-વાહન અધિનિયમની કલમ 118(ઈ)માં ગુનો છે. ત્યારબાદ કેસ ડિવિઝનલ બેન્ચ સમક્ષ ગયો હતો, કેમ કે સિંગલ બેન્ચે 2012ના અબદુલ લતીફ વિરુદ્ધ કેરળ રાજ્યના કેસમાં જસ્ટિસ એસ. એસ. સતીષચંદ્રના આદેશની વિપરીત ચુકાદો આપ્યો હતો.

2012ના ચુકાદામાં જસ્ટિસ સતીષચંદ્રે કહ્યું હતું કે એક્ટની કલમ 118(ઈ)માં ક્યાંય પણ એવી વાત નથી કે કાર ચલાવતી વેળા મોબાઇલ પર વાત કરવી ગુનો છે, તેમણે કહ્યું કે આ કાયદાની કલમ 184માં કહેવાયું છે કે ગાડી ચલાવતી વખતે ફોન પર વાત કરવી જોખમી છે. બે સિંગલ બેન્ચના અલગ અલગ આદેશોને લઈને ડિવિઝન બેન્ચે સુનાવણી કરી હતી. તેમણે સુપ્રીમ કોર્ટના એમ. નારાયણ નામ્બિયાર વિરુદ્ધ કેરળ રાજ્યના કેસનો સંદર્ભે ટાંકીને કહ્યું હતું કે જો કોઈ કાર ચલાવતી વખતે મોબાઇલ ફોન પર વાત કરતો હોય તો તેના પર 118ઈની કલમ હેઠળ ગુનો લાગુ કરી શકાય નહીં. બેન્ચે જસ્ટિસ સતીષચંદ્રનના આદેશને યોગ્ય માન્યો છે.