Tamannaah Bhatia and Kajal Aggarwal Look Stunning in Photo Shoot
  • Home
  • Featured
  • તમન્ના ભાટિયા અને કાજલ અગ્રવાલનો દેખાયો Gorgeous અંદાજ, જુઓ Photos

તમન્ના ભાટિયા અને કાજલ અગ્રવાલનો દેખાયો Gorgeous અંદાજ, જુઓ Photos

 | 6:01 pm IST

તમન્ના ભાટિયા અને કાજલ અગ્રવાલ સાઉથની ટોચની એક્ટ્રેસીસમાંથી એક છે. આ બન્ને અભિનેત્રીઓએ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તાજેતરમાં તમન્ના અને કાજલે એક લેટેસ્ટ ફોટો શૂટ કરાવ્યું છે. જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ તસવીરોમાં બન્ને અભિનેત્રીઓ ખૂબજ સુંદર દેખાઈ રહી છે. તસવીરોમાં બન્નેની જબરદસ્ત બોન્ડિંગ નજરે આવી રહી છે.

તમને જણાવી દઈએ કે કાજલ અને તમન્નાએ હિન્દી ફિલ્મ ક્વીન અને તમિલ અને તેલુગુ રીમેકમાં કામ કર્યું છે. આ બન્ને એક્ટ્રેસ ખૂબજ સારી ફ્રેન્ડ છે. બન્નેને ઘણી વખત એક સાથે સ્પોટ કરવામાં આવે છે. તમન્ના ભાટિયાને બાહુબલી ફિલ્મથી જબરદસ્ત ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તેઓ પ્રભાસના અપોઝિટ જોવા મળી હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી હતી. જ્યારે કાજલ અગ્રવાલ હવે તેની આગામી ફિલ્મ ‘સીતા’માં નજરે આવશે. જે 24મી મેના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં કાજલ નેગેટિવ પાત્ર ભજવી રહી છે. ફિલ્મમાં સોનૂ સૂદ મુખ્ય ભૂમિકામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન