આંબલીનું ફેસપેક બનાવીને ચપટીમાં ચમકાવો ચહેરો - Sandesh
NIFTY 10,772.05 +61.60  |  SENSEX 35,547.33 +260.59  |  USD 68.0700 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • આંબલીનું ફેસપેક બનાવીને ચપટીમાં ચમકાવો ચહેરો

આંબલીનું ફેસપેક બનાવીને ચપટીમાં ચમકાવો ચહેરો

 | 6:09 pm IST

ચહેરાને ચમકાવવા માટે તમારે પાર્લરમાં જઈને ફેશિયલ કરાવવું એવું જરૂરી નથી. તમે કિચનમાં રહેલી આંબલીનો ઉપયોગ કરીને તમારી બેજાન ત્વચામાં જીવ રેડી શકો છો. તેના માટે સૌથી પહેલા તમારે આંબલીના ફાયદા જાણી લેવા બહુ જ જરૂરી છે. આંબલીમાં એએચએ હોય છે, જેને અલ્ફા હાઈડ્રોક્સી એસિડ પણ કહેવાય છે, જે ત્વચાના સ્વાસ્થ્ય માટે ઉપયોગી હોય છે. આંબલીમાં એન્ટીઓક્સિડન્ટિસ પણ હોય છે, જે તમારી ત્ચાને સૂર્યના ખતરનાક કિરણોથી બચાવે છે અને ત્વચાની તકલીફોમાંથી આસાનીથી છુટકારો અપાવે છે. આ લાજવાબ ફળમાં અનેક શક્તિઓ હોય છે, જેનાથી ત્વચામાં ચમક આવી શકે છે.

આંબલીના ફેસપેક ત્વચા પર લગાવતા પહેલા તેનું ચહેરા પર એકવાર ટેસ્ટિંગ જરૂર કરી લેજો, કારણ કે તે એસિડિક હોય છે. જો તમારી ત્વચા સંવેદનશીલ છે, તો તમારા ચહેરા પર જાડો લેપ ન લગાવો. અને જો ફેસપેકથી ત્વચા પર બળતરા થાય તો ચહેરાને તરત ધોઈ લેજો.

ચણાનો લોટ અને આંબલીનું ફેસપેક

જરૂરી સામગ્રી
1 નાની ચમચી ચણાનો લોટ, 2 નાની ચમચી આંબલીની પેસ્ટ

કેવી રીતે બનાવવું
એક બાઉલમાં 1 નાની ચમચી લોટમાં 2 ચમચી આંબલીનું પેસ્ટ મિક્સ કરો. પેસ્ટને ચહેરાની બધી બાજુ પર બરાબર લગાવો અને 1 મિનીટ સુધી મસાજ કરો. આ પેકને ચહેરા પર ત્યાર સુધી રહેવા દો, જ્યા સુધી તે સૂકાઈ નથી જતું. બાદમાં તેને પાણીથી ધોઈ લેવું. ચહેરો રૂમાલથી સૂકવીને મોઈશ્ચરાઈર લગાવી લો. આ પેસ્ટને સપ્તાહમાં એકવાર જરૂર લગાવો.