આ અભિનેત્રીએ કહ્યું, "મારી સાથે 5 વર્ષની ઉંમરે થયું હતું જાતિય શોષણ" - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • આ અભિનેત્રીએ કહ્યું, “મારી સાથે 5 વર્ષની ઉંમરે થયું હતું જાતિય શોષણ”

આ અભિનેત્રીએ કહ્યું, “મારી સાથે 5 વર્ષની ઉંમરે થયું હતું જાતિય શોષણ”

 | 4:21 pm IST

કઠુઆ અને ઉન્નાવ રેપ કેસને લઇને દેશભરમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે તમિલ એક્ટ્રેસ નિવેથા પેથુરાજે ખુલાસો કર્યો છે કે તેણે બાળપણમાં યૌન ઉત્પીડનનો સામનો કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો દ્વારા તેણે પોતાની સાથે બનેલી ઘટના વિશે જણાવ્યું હતું. અભિનેત્રીએ કહ્યું કે તે જ્યારે 5 વર્ષની હતી ત્યારે તેની સાથે આ ઘટના ઘટી હતી.

તેણે વિડીયોમાં કહ્યું, “મને ખબર છે કે આ વિડીયો જોનારા ઘણા મહિલા અને પુરૂષ એવા હશે જેઓ જાતિય શોષણનો ભોગ બન્યા હશે, સાથે હું પણ. 5 વર્ષની ઉંમરે મારી સાથે આ બધું થયું હતું. હું કેવી રીતે મારા પેરેન્ટ્સ પાસે જઇને તેમને આ વિશે કહેતી? ત્યારે મને એ પણ ખબર નહોતી કે આનો મતલબ શું થાય.” અભિનેત્રીએ એ પણ કહ્યું કે પોતાના બાળકોને ગૂડ ટચ અને બેડ ટચ વચ્ચેનો તફાવત સમજાવો. આ વિશે વાચચીત કરતા ખચકાઓ નહી. તે કહે છે કે, “મોટાભાગનાં કેસમાં અજાણ્યા લોકો નહીં, પરંતુ સંબંધીઓ, દોસ્તો અથવા પડોસીઓ આ અપરાધ કરે છે. મારી દરેક પેરેન્ટ્સને વિનંતી છે કે તેઓ આ વિશે વધારે જવાબદારી ઉઠાવે. મને ખબર છે કે આ અજીબ લાગશે, પરંતુ પોતાના બાળકો સાથે બેસો. બાળકો 2 વર્ષનાં થઇ જાય ત્યારથી જ તેમને ગૂડ ટચ અને બેડ ટચ વિશે કહો.”

અભિનેત્રીએ કહ્યું, “આપણને નથી ખબર બાળકો સાથે સ્કૂલ, ટ્યુશન અને પડોશમાં શું થાય છે. આ કારણે બાળકો સાથે નાની ઉંમરથી જ વાત કરવાનું શરૂ કરવું જોઇએ.” અભિનેત્રીએ કહ્યું કે, મને ઘરની બહાર જતા પણ હવે ડર લાગે છે. તેણે છોકરીઓની સુરક્ષા માટે સમાજને પણ ભાગેદાર બનવા કહ્યું છે. તેણે કહ્યું કે, “પુરૂષો 8-10 લોકોનું ગ્રુપ બનાવે અને દિવસ-રાત રસ્તા પર નજર રાખે. આમ કરવાથી આવી ઘટનાઓ બનતા રોકો શકાશે.”