તમિલ ફિલ્મના સુપરસ્ટાર મમુટી ૩૬૯ વૈભવી કારનો માલિક બન્યો - Sandesh
  • Home
  • Entertainment
  • તમિલ ફિલ્મના સુપરસ્ટાર મમુટી ૩૬૯ વૈભવી કારનો માલિક બન્યો

તમિલ ફિલ્મના સુપરસ્ટાર મમુટી ૩૬૯ વૈભવી કારનો માલિક બન્યો

 | 1:15 am IST

મલયાલમ અને તમિલ ફિલ્મના સુપરસ્ટાર મમુટીનું સાચું નામ મુહમ્મદ કુટ્ટી પિનપરમિબલ ઇસ્માઇલ છે. મમુટીએ અનેક હિટ ફિલ્મો કરી છે. મમુટીએ કરેલી અનેક ફિલ્મોએ બોક્સઓફિસ પર ધૂમ મચાવી હોઈ અનેક રેકોર્ડ તોડયા છે મમુટીના નકશેકદમ પર હાલમાં તેનો દીકરો દલકેર સલમાન પણ છેલ્લાં ઘણાં વર્ષથી અભિનય ક્ષેત્રે પોતાનું નસીબ અજમાવી રહ્યો છે. દલકેર પણ તેના પિતાની માફક જ અનેક હિટ ફિલ્મો આપી ચૂક્યો છે. ફિલ્મો ઉપરાંત મમુટીને નવી કારનું ઘેલું છે. મમુટી પાસે હાલમાં ૩૬૯ કાર છે, તે બધી કાર રૂ. ૧૦૦ કરોડથી ઉપર છે. પોતે જ કાર ડ્રાઇવ કરતો નજરે પડે છે.  જે તેની વૈભવી જિંદગીનું ચિત્ર સ્પષ્ટ કરે છે.