Tamil is one of the oldest languages in the world: Madras High Court
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • તમિળ ભાષા છે, દેવોની ભાષા, વિશ્વની પ્રાચીન ભાષાઓમાંની એક : મદ્રાસ હાઈકોર્ટ

તમિળ ભાષા છે, દેવોની ભાષા, વિશ્વની પ્રાચીન ભાષાઓમાંની એક : મદ્રાસ હાઈકોર્ટ

 | 7:50 am IST
  • Share

તમિળ વિશ્વની પ્રાચીન ભાષાઓમાંની એક અને દેવોની ભાષા છે અને દેશના તમામ મંદિરોમાં અઝવાર અને નયનમાર તથા અરુણાગિરિનથાર પરંપરાના સંતોએ તમિળ ભાષામાં રચેલાં ભજનોનો પાઠ થવો જોઈએ તેમ મદ્રાસ હાઈકોર્ટની જસ્ટિસ એન. કિરુબાકરન અને જસ્ટિસ બી. પુગાલેન્ધીની બેન્ચે તાજેતરના ચુકાદામાં જણાવ્યું છે.

ચુકાદામાં એવી પણ કોમેન્ટ કરવામાં આવી છે કે દેશના લોકોના મનમાં એવી માન્યતા બેસાડી દેવામાં આવી છે કે સંસ્કૃત જ દેવોની ભાષા છે. વાસ્તવમાં લોકો દ્વારા બોલાતી દરેક ભાષા દેવોની જ ભાષા છે. દેવોએ જ તેમનું સર્જન કર્યું છે.

મદ્રાસ હાઈકોર્ટે આ ચુકાદો એક અરજીની સુનાવણી પછી આપ્યો હતો. અરજીમાં તામિલનાડુના કરુર જિલ્લાના એક મંદિરમાં અરુલમિગુ પશુપતિશ્વરા સ્વામી પિરુકોવિલનો નન્નીરત્તુ ઉત્સવ તિરુમુરાઈકલ અને તમિળ સૈવા મંતિરમ જેવા તમિળ મંત્રોચ્ચાર થકી કરવામાં આવે અને સંત અમરાવતી આતરંગરાઈ કરુરારના તમિળ ભજનોનો પણ પાઠ કરવામાં આવે.

મદ્રાસ હાઈકોર્ટે અરજદારની વાત માન્ય રાખતાં જણાવ્યું કે તમિળ ભાષામાં મંત્રોચ્ચાર અને ભજનોનો પાઠ થવો જોઈએ, તમિળ ભાષા દેવોની જ ભાષા છે. તમિળ ભાષા વિશે માનવામાં આવે છે કે શિવજી નૃત્ય કરી રહ્યા હતા ત્યારે એમના હાથમાંથી ડમરું પડી જતાં જે રણકાર થયા હતા તેમાંથી તમિળ ભાષાનો જન્મ થયો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો