Tamil Nadu Coimbatore Wives Beat Husband In Public
  • Home
  • Videos
  • Featured Videos
  • લગ્ને લગ્ને કુંવારા વરરાજાને ત્રીજીવાર ઘોડે ચડવું પડ્યું ભારે, બે પત્નીઓએ જાહેરમાં જ પોંખ્યો

લગ્ને લગ્ને કુંવારા વરરાજાને ત્રીજીવાર ઘોડે ચડવું પડ્યું ભારે, બે પત્નીઓએ જાહેરમાં જ પોંખ્યો

 | 4:28 pm IST

તમિલનાડૂના કોયમ્બટૂરમાં એક એવી ઘટના બની, જે ઘટનાએ સૌ કોઇને ચોંકાવી દીધા. 24 વર્ષીય યુવકને તેની બે પત્નીઓએ પબ્લિકની વચ્ચે જઇ માર માર્યો. જ્યારે બંને પત્નીઓને જાણકારી મળી કે તેમનો પતિ ત્રીજા લગ્ન કરવા જઇ રહ્યો છે તો તેમને ચપ્પલ વડે બધા લોકોની સામે તેની પીટાઇ કરી દીધી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.

પ્રાઇવેટ કંપનીમાં કામ કરનાર એસ અરવિંદ દિનેશએ 2016માં પ્રિયદર્શિ સાથે લગ્ન કર્યા હતાં. લગ્ન બાદ પ્રિયદર્શિની સાથે તે સારો વ્યવહાર કરતો ન હતો. જ્યારે પ્રિયદર્શિનીએ દિનેશના માતા-પિતાને આ વાતની જાણકારી આપી તો તેમને પણ તેની વાતની ગણવારી નહી. જેના પછી તેને પોલીસ ફરિયાદ કરી અને તિરૂપુરમાં પોતાન માતા-પિતાના ઘરે ચાલી ગઇ. પ્રથમ પત્નીના ગયા બાદ દિનેશે બીજા લગ્ન કરવાનું વિચાર્યુ. મેટ્રીમોનિયલ વેબસાઇટ પર બીજી પત્નીને શોધવાનું શરૂ કર્યું.

પ્રથમ લગ્ન વિશે જાણકારી ન આપી એપ્રિલ 2019માં અનુપ્રિયા સાથે લગ્ન કર્યા, જે તલાકશુદા હતી અને તેનો બે વર્ષનો પુત્ર પણ હતો. કેટલાક મહિનાઓ પછી અનુપ્રિયા સાથે પણ એવો જ વ્યવહાર કર્યો. ટોર્ચરિંગથી તંગ આવી તે પણ દિનેશને છોડી પોતાના માતા-પિતાને ઘરે ચાલી ગઇ. બીજી પત્નીના ગયા બાદ દિનેશ ત્રીજા લગ્ન કરવાની ફિરાકમાં હતો. પરંતુ બંન્ને પત્નીઓને આ અંગે જાણકારી મળી ગઇ અને તેમને દિનેશને જાહેરમા ખુબ જ માર માર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન