નોટબંધી બાદ બંધ થયેલી 500-1000ની નોટોનો કેવો ઉપયોગ થઈ રહ્યો છે, તે જાણવા કરો ક્લિક - Sandesh
NIFTY 10,360.15 -50.75  |  SENSEX 33,685.54 +-150.20  |  USD 64.9300 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • નોટબંધી બાદ બંધ થયેલી 500-1000ની નોટોનો કેવો ઉપયોગ થઈ રહ્યો છે, તે જાણવા કરો ક્લિક

નોટબંધી બાદ બંધ થયેલી 500-1000ની નોટોનો કેવો ઉપયોગ થઈ રહ્યો છે, તે જાણવા કરો ક્લિક

 | 4:35 pm IST

તમને હંમેશા વિચાર આવતો હશે કે, ડિમોનેટાઈઝેશન બાદ બંધ થયેલી નોટોનું શું થયું હશે. દેશભરમાંથી ભેગી થયેલી 500 અને 1000ની જૂની નોટો ક્યાં હશે અને તેનું શું કરાયું હશે. ત્યારે આ સવાલનો જવાબ સામે આવી ગયો છે. તમિલનાડુની પુડાલ સેન્ટ્રલ જેલમાં ઉંમર કેદની સજા કાપી રહેલા કેદીઓ નોટબંધી બાદ બેકાર બનેલી જૂની નોટોને નવુ જીવન આપી રહ્યા છે. આ કેદી જૂની નોટોમાંથી સ્ટેશનરી તૈયાર કરી રહ્યા છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ લેખન સામગ્રીનો ઉપયોગ રાજ્ય સરકારના વિવિધ વિભાગો અને એજન્સીઓમાં કરવામાં આવી રહ્યો છે. સેન્ટ્રલ જેલમાં આજીવન કારાવાસની સજા કાપી રહેલા 25-30 ટકા કેદી રોજ જેલની અંદર આ નોટમાથી ફાઈલ પેડ બનાવી રહ્યા છે.

તમિલનાડુની જેલ વિભાગના ડીઆઈજી એ.મુરુગેસને જણાવ્યું કે, રિઝર્વ બેંકે પુઝાલ જેલ અધિકારીઓન 70 ટન જૂની કરન્સી નોટો આપવાનો પ્રસ્તાવ છે. અત્યાર સુધી 9 ટન કરન્સી નોટ આપી છે. બાકીની તબક્કાવાર મળતી રહેશે. અત્યાર સુધી દોઢ ટન પ્રતિબંધિત નોટમાંથી ફાઈલ પેડ બનાવાઈ ચૂક્યા છે. જેલમાં રોજ આવા 1000 નોટપેડ બનાવાઈ રહ્યા છે.

આ કેદીઓ હાલ ડિમોનેટાઈઝેશવાળી નોટમાંથી ફાઈલ પેડ બનાવીને રોજ 160થી 200 રૂપિયા સુધીની કમાણી કરી રહ્યા છે.