Tamil Nadu Minister KT Rajendra Balaji says Cut tongue off to Kamal Hasan
  • Home
  • Election 2019
  • ‘હિંદુ આતંકવાદી’ના કમલ હાસનના નિવેદન પર બોલ્યાં તમિલનાડુના મંત્રી-‘કાપી દો જીભ’

‘હિંદુ આતંકવાદી’ના કમલ હાસનના નિવેદન પર બોલ્યાં તમિલનાડુના મંત્રી-‘કાપી દો જીભ’

 | 8:50 pm IST

મક્કસ નીઝિ મૈયમના સંસ્થાપક કમલ હાસને પહેલો આતંકવાદી હિંદુ હોવાનું નિવેદન આપતાં વિવાદ ઉભો થયો છે. કમલ હાસનના આ નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તમિલનાડુના મંત્રી કેટી રાજેન્દ્ર બાલાજીએ આ મામલે કહ્યું કે, કમલ હાસને આ નિવેદન અલ્પસંખ્યકોનો વોટ મેળવવા માટે આપ્યું છે. બાલાજી આટલેથી ન અટકતાં કહ્યું કે, આ નિવેદન માટે હાસનની જીભ કાપી નાખવી જોઈએ.

કેટી રાજેન્દ્ર બાલાજીએ કહ્યું કે, હિંદુ આતંકવાદને લઈને અપાયેલાં નિવેદન બદલ કમલ હાસનની જીભ કાપી નાખવી જોઈએ. તેઓએ કહ્યું કે, આપણે એક વ્યક્તિને કારણે સમગ્ર સમાજને દોષી નથી ઠેરવી શકતા. તેઓએ કહ્યું કે, કમલ હાસને આ ટિપ્પણી અલ્પસંખ્યકોના મત મેળવવા માચે કરી છે. ચૂંટણી પંચે આ અભિનેતા પર કડક કાર્યવાહી કરવી જોઈએ અને તેમની પાર્ટી પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ.

કમલ હાસને રવિવારે એક રેલીને સંબોધતા કહ્યું હતું કે, તે એક એવા સ્વાભિમાની ભારતીય છે, કે જે સમાનતાવાળું ભારત ઈચ્છે છે. તેઓએ કહ્યું કે, હું આ એટલાં માટે નથી બોલી રહ્યો કે, આ મુસલમાન બહુમતીવાળો વિસ્તાર છે, પણ હું આ વાત ગાંધીજીની પ્રતિમા સામે બોલી રહ્યો છું. આઝાદ ભારતનો પહેલો આતંકવાદી હિન્દુ હતો અને તેનું નામ નાથુરામ ગોડસે છે. ત્યાંથી જ તેની શરૂઆત થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન