Video: પ્રોપર્ટીના ઝઘડાને લઇ ધોળા દિવસે વૃદ્ધની ચાકૂના ઘા મારી કરપીણ હત્યા - Sandesh
  • Home
  • Videos
  • Video: પ્રોપર્ટીના ઝઘડાને લઇ ધોળા દિવસે વૃદ્ધની ચાકૂના ઘા મારી કરપીણ હત્યા

Video: પ્રોપર્ટીના ઝઘડાને લઇ ધોળા દિવસે વૃદ્ધની ચાકૂના ઘા મારી કરપીણ હત્યા

 | 3:22 pm IST

તમિલનાડુના કોયંબટૂરમાં એક વૃદ્ધ વ્યક્તિની ધોળા દિવસે રસ્તા વચ્ચે ચાકૂઓ મારીને હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. ખરેખર હત્યાની આ સમગ્ર ઘટના એક સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી મૃતકનો સંબંધી છે અને બંન્ને વચ્ચે પ્રોપર્ટીનો વિવાદ ચાલી રહ્યો હતો. ઘટના સમયે મૃતક વૃદ્ધ જમીલ અહમદ બપોરે પોતાના ઘરે સ્થિત એક મસ્જીદમાં નમાજ પઢવા જઇ રહ્યો હતો. તે જ સમયે તેના સંબંધી રિઝવાને તેમના પર હુમલો કરી તેમને ચાકૂના ઘા મારી તેમની હત્યા કરી નાંખી હતી.