DMK Chief Karunanidhis condition, says Kauvery Hospital
  • Home
  • Featured
  • DMK અધ્યક્ષ કરૂણાનિધિની તબિયત અત્યંત નાજુક, પત્ની દયાળુ હોસ્પિટલ પહોંચ્યા

DMK અધ્યક્ષ કરૂણાનિધિની તબિયત અત્યંત નાજુક, પત્ની દયાળુ હોસ્પિટલ પહોંચ્યા

 | 7:58 pm IST

તમિળનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે ચીફ એમ કરૂણાનિધિની હાલત અત્યંત નાજુક છે. તેમની તબિયત ઉત્તરોત્તર ખરાબ થતી જાય છે. ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાંથી તેમનું મેડિકલ બુલેટિન પણ બહાર પાડવામાં આવ્યું છે. મેડિકલ બુલેટિન અનુંસાર તેમના શરીરના મહત્વપૂર્ણ અંગોએ કામ કરવા યોગ્ય બનાવી રાખવા એક પડકાર સાબિત થઈ રહ્યો છે. તેમના પત્ની દયાળુ હોસ્પિટલ પહોંચી ગયા છે.

કાવેરી હોસ્પિટલ તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, 94 વર્ષીય ભૂતપૂર્વ મુખ્યમંત્રીના સ્વાસ્થ્યની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને તે મેડિકલ સપોર્ટ પર છે. તેમનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે. વધારે ઉંમરના કારણે તેમના શરીરના મહત્વપૂર્ણ અંગોની કાર્યક્ષમતા ટકાવી રાખવી પડકારજનક છે.

હોસ્પિટલના કાર્યકારી નિર્દેશક ડૉક્ટર અરવિન્દન સેલ્વારાજે કહ્યું હતું કે, દ્રમુક અધ્યક્ષની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. તેઓ મેડિકલ સપોર્ટ પર છે. આગામી 24 કલાકમાં તેમના સ્વાસ્થ્યમાં કેટલો સુધાર આવે છે, ત્યાર બાદ આગળીની સ્થિતિ સ્પષ્ટ થશે. કરૂણાનિધિને બ્લડ પ્રેસરની સમસ્યાના કારણે 28 જુલાઈએ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યાં હતાં. જોકે બ્લડ પ્રેશરની સમસ્યાને કાબુમાં લેવામાં ડૉક્ટરોએ મેળવી છે. પરંતુ તેમનું સ્વાસ્થ્ય કથળતા હજી તેમને હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યાં છે.

ગત 31 જુલાઈએ હોસ્પિટલમા ડૉક્ટરોએ જણાવ્યું હતું કે, કરૂણાનિધિને થોડા દિવસ હોસ્પિટલમાં જ રહેવું પડશે. હોસ્પિટલના કાર્યકારી નિર્દેશક ડૉક્ટર એ સેલ્વરાજે કહ્યું હતું કે, જે કારણે તેમને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યાં હતાં તેમાં સુધાર થયો છે પરંતુ વૃદ્ધાવસ્થાના કારણે સ્વાસ્થ્યમાં થોડી સમસ્યાઓ ઉભી થઈ હતી. લિવરની સમસ્યા તથા રૂધિર વિજ્ઞાન સંબંધિ માપદંડૉને ધ્યાનમાં તેમને હજી હોસ્પિટલમાં રાખવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન