aTamilnadu : DMK Leader Selavakumar Seen Thrashing A Woman Arrested
  • Home
  • Videos
  • Featured Videos
  • સત્તાના નશામાં ચૂર નેતાજીની શરમજનક હરકત, Video જોઈ તમે પણ વરસાવસો ફિટકાર

સત્તાના નશામાં ચૂર નેતાજીની શરમજનક હરકત, Video જોઈ તમે પણ વરસાવસો ફિટકાર

 | 4:38 pm IST

સત્તા અને તાકાતના નશામાં ચૂર નેતાઓની હરકતો અનેકવાર સામે આવી ચુકી છે. પરંતુ ડીએમકેના દિવંગત નેતા કરૂણાનિધિની પક્ષના એક નેતાએ તો હદ જ વટાવી દીધી. આ નેતાએ સલૂનમાં જ એક મહિલાને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. નેતાજીએ લાતેને લાતે મહિલાને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં ડીએમકેના કોર્પોરેટર સેલ્વાકુમાર મહિલા પર રીતસરનો લાતોનો વરસાદ વરસાવી રહ્યાં છે. મહિલા રીતસરની કરગરે છે. એટલું જ નહીં અન્ય એક મહિલા પણ સેલ્વાકુમારને વારવાનો પ્રયાસ કરે છે, પરંતુ સત્તાના નસામાં ચૂર નેતાજી કંઈ જ સાંભળવા તૈયાર નથી. આ ઘટના લગભગ 4 મહિના પહેલાની તમિળનાડુના પેરંબલુરની છે.