માતાના અંતિમ સંસ્કાર માટે બાળકોએ માગી હોસ્પિટલમાં ભીખ, ડાયરેક્ટરે કરાવ્યા અંતિમ સંસ્કાર - Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.1050 +0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • માતાના અંતિમ સંસ્કાર માટે બાળકોએ માગી હોસ્પિટલમાં ભીખ, ડાયરેક્ટરે કરાવ્યા અંતિમ સંસ્કાર

માતાના અંતિમ સંસ્કાર માટે બાળકોએ માગી હોસ્પિટલમાં ભીખ, ડાયરેક્ટરે કરાવ્યા અંતિમ સંસ્કાર

 | 11:19 pm IST

તામિલનાડુની એક સરકારી હોસ્પિટલમાં બુધવારે સ્તન કેન્સરથી પીડિત વિજયાનું નિધન થયું હતું. તેમના બે દીકરા મોહન અને વેલમુરૂગન પાસે અંતિમ સંસ્કાર માટે પૈસા ન હતા, માતાના અંતિમ સંસ્કાર કરવા માટે મોહન અને વેલમુરૂગને હોસ્પિટલ પરિસરમાં જ ભીખ માગવાનું શરૂ કરી દીધું હતું.

બાળકોની માતા તામિલનાડુના ડિંડીગુલમાં મજૂરીકામ કરી રહી હતી અને નવ વર્ષ પહેલાં તેમના પિતાનું મૃત્યુ થયું હતું. બાળકનાં ભરણપોષણ માટે માતા મજૂરીકામ કરી રહી હતી.

ઘરની પરિસ્થિતિ જોઈને બંને દીકરાઓએ પણ મજૂરી કરવાનું શરૂ કરી દીધું હતું. થોડા મહિના પહેલાં જ્યારે માતાને સ્તન કેન્સર હોવાનું જાણવા મળ્યું ત્યારે મુશ્કેલી એકાએક વધી ગઈ હતી. માતા જ્યારે પથારીવશ હતી ત્યારે કોઈ સંબંધી પણ મદદ માટે આગળ આવ્યાં ન હતાં.

પાડોશીઓની મદદથી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. માતાનાં મૃત્યુ બાદ બંને દીકરા પર એકાએક સમસ્યા ઊભી થઈ હતી, કારણ કે અંતિમ સંસ્કાર કરવા માટે કોઈ પૈસા ન હતા. તેમની સ્થિતિને સમજીને હોસ્પિટલમાંથી કેટલાંક લોકોએ તેને આર્થિક મદદ કરી હતી, જ્યારે સમગ્ર મામલો હોસ્પિટલના ડાયરેક્ટર સુધી પહોંચ્યો ત્યારે તેણે માતાના અંતિમ સંસ્કાર કરાવ્યા હતા.