tanisha mukharjee tests covid positive goes into home isolation
  • Home
  • Entertainment
  • Bollywood
  • એગ્સ ફ્રીઝ કરવાને લઈને ચર્ચામાં આવેલી અભિનેત્રીને થયો કોરોના

એગ્સ ફ્રીઝ કરવાને લઈને ચર્ચામાં આવેલી અભિનેત્રીને થયો કોરોના

 | 12:24 pm IST
  • Share

  • કાજોલની બહેન તનિષા મુખર્જીને થયો કોરોના

  • તનિષા જલ્દી જ સ્ક્રીન પર કમબેક કરી રહી છે

કાજોલની બહેન અને બોલિવૂડ અભિનેત્રી તનિષા મુખર્જી કોરોના સંક્રમિત થઈ ગઈ છે. તનિષા મુખર્જીએ સોશિયલ મીડિયા પર પોતે કોવિડ-19 પોઝિટિવ થવાની માહિતી આપી છે. ત્યારે તે હોમ આઈસોલેશનમાં છે. તનિષા મુખર્જીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, ‘બધાને નમસ્કાર, હું કોવિડ પોઝિટિવ થઈ છું અને જરૂરિયાત મુજબ આઈસોલેટ થઈ ગઈ છું.’

એગ્સ ફ્રીઝ કરવાને લઈને આવી હતી ચર્ચામાં

થોડા સમય પહેલા તનિષા તેના માતા બનવાના નિવેદનને લઈને ચર્ચામાં આવી હતી. તેણે કહ્યું કે તેને પોતાના એગ્સ ફ્રીઝ કરાવી લીધા છે. તનિષાએ કહ્યું હતું કે, ‘મારે બાળક નહોતું અને મારા મગજમાં ઘણી બધી વાતો ચાલી રહી હતી. પછી આખરે મને કોઈનું માર્ગદર્શન મળ્યું અને મેં 39 વર્ષની ઉંમરે મારા એગ્સ ફ્રીઝ કર્યા.’

એગ્સ ફ્રીઝ કરાવવાની અસર તનિષા મુખર્જીના શરીર પર પણ થઈ હતી. તેણે આ વિશે કહ્યું હતું કે, ‘પ્રક્રિયાને કારણે મારું વજન ઘણું વધી ગયું છે. તમારી અંદર ઘણા પ્રોજેસ્ટેરોન ભરે છે અને તેનાથી તમે ફૂલી જાઓ છો. તમારું વજન વધી જાય છે અને તમારી ત્વચા ચમકવા લાગે છે. તમે ખૂબ સુંદર બની જાઓ છો. મને સગર્ભા સ્ત્રીઓ ગમે છે. તે તેના બેબી ગ્લોને કારણે તેના સૌથી સુંદર તબક્કામાં હોય છે. હું મારા એગ્સ ફ્રીઝ કરાવીને ખૂબ જ ખુશ હતી.’

આ ફિલ્મથી કરશે વાપસી

 

View this post on Instagram

 

A post shared by Tanishaa Mukerji (@tanishaamukerji)

તનિષા મુખર્જીના કરિયરની વાત કરીએ તો તેણે 2003માં હિન્દી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. તેને ફિલ્મ ‘નીલ એન્ડ નિક્કી’થી ઓળખ મળી હતી. આ પછી તનિષા ‘મસ્ત હો જાઓ’, ‘ટેંગો ચાર્લી’, ‘સરકાર’, ‘સરકાર રાજ’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. જોકે, તેને બહેન કાજોલ જેવી સફળતા મળી નથી. હિન્દી ફિલ્મોની સાથે તનિષા મુખર્જીએ તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તનિષા ટૂંક સમયમાં ફિલ્મ ‘કોડ નેમ અબ્દુલ’માં જોવા મળશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો