ટેન્કરની ટક્કરથી ભંસાવાડાના નિવૃત્ત એગ્રી, અધિકારીનું મોત - Sandesh
  • Home
  • Gujarat
  • ટેન્કરની ટક્કરથી ભંસાવાડાના નિવૃત્ત એગ્રી, અધિકારીનું મોત

ટેન્કરની ટક્કરથી ભંસાવાડાના નિવૃત્ત એગ્રી, અધિકારીનું મોત

 | 3:45 am IST

ધનસુરા,તા.ર૭

મોડાસા-ધનસુરા હાઈવે ઉપર શીકા ચોકડી પાસે બેફામ દોડતા ટેન્કરે બાઈકને પાછળથી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઈક ચાલક ભેંસાવાડાના નિવૃત્ત એગ્રીકલ્ચર ઓફીસરનું સ્થળ ઉપર જ મોત નીપજતાં અરેરાટી ફેલાઈ હતી.

ભેસાવાડાના વતની અને નિવૃત્ત એગ્રીકલ્ચર ઓફીસર ગોવિંદભાઈ હરિભાઈ પટેલ ભેસાવાડા થી બાઈક ઉપર ધનસુરા ખાતે જઈ રહ્યા હતા.ત્યારે ભેસાવાડા થી મોડાસા-ધનસુરા હાઈવે ઉપર શીકા ચોકડીથી ધનસુરા તરફ બાઈક લઈ જતા હતા ત્યારે બેફામ સ્પીડમાં પાછળથી આવતી ટેન્કરે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.બાઈકને પાછળથી ટક્કર વાગતાં બાઈક ચાલક ગોવિંદભાઈ પટેલ (ઉ.વ.૬પ) બાઈક સાથે રોડ ઉપર પટકાતાં સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.અકસ્માત બાદ ટેન્કર ચાલક ટેન્કર લઈ ભાગી છૂટયો હતો.પરંતુ પાછળથી આવતા જીપ ડાલાના ચાલકે ટેન્કરનો પીછો કરી અંતિસરાની સીમમાં ટેન્કર ઉભુ કરી દેતાં આ અંગે ધનસુરા પોલીસને જાણ કરતાં ધનસુરા પોલીસે ટેન્કર તેમજ ડ્રાઈવરને ઝડપી લઈ જેલને હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.