Tantric jailed for 10 years for raping girl under Mamadev ritual
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • પિતાને શોધી રહેલ યુવતી પર વિધિના બહાને દુષ્કર્મ કરનારા તાંત્રિકને કોર્ટે સંભળાવી આકરી સજા

પિતાને શોધી રહેલ યુવતી પર વિધિના બહાને દુષ્કર્મ કરનારા તાંત્રિકને કોર્ટે સંભળાવી આકરી સજા

 | 10:03 pm IST
  • Share

પિતાની શોધખોળ કરી રહેલી યુવતી ઉપર મામાદેવની વિધિના બહાને બળાત્કાર ગુજારનારા આરોપી ભૂપત ઉર્ફે મામા ભુરાભાઇ ચૌહાણ અને તેની પત્નીને આજે અત્રેની અદાલતે દોષી જાહેર કરી સજા ફટકારી હતી. તાંત્રિક ભૂપત ચૌહાણને દસ વર્ષ તથા તેની પત્ની રમા ચૌહાણને પાંચ વર્ષ કેદનો હુકમ કર્યો હતો. ધંધામાં દેવું થઇ જતાં ઘર છોડી ગયેલા પિતાને શોધવા રઝળપાટ કરી રહેલી યુવતી ઉપર તાંત્રિકે 2014મા બળાત્કાર ગુજાર્યો હતો.

ગત ઓક્ટોબર 2014માં અમરોલી વિસ્તારમાં રહેતી યુવતીએ છાપરાભાઠા રોડ ઉપર શ્યામસુંદર એપાર્ટમેન્ટમાં રહેતા ભૂપત ઉર્ફે મામા ભુરાભાઇ ચૌહાણ તથા તેની બે પત્નીઓ મોના અને રમા ચૌહાણ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ તેણીના પિતાને કન્સ્ટ્રકશન્સના ધંધામાં દેવું થઇ ગયું હતું. આથી તેઓ ઓગસ્ટ 2014મા નાસીપાસ થઇ ઘર છોડી ચાલ્યા ગયા હતા. દિવસો સુધી પરિવારના સભ્યોએ મોભીની કરેલી શોધખોળ એળે ગઇ હતી. આખરે કેટલાક પરિચિતોની સલાહથી પરિવારે તાંત્રિક વિધિ કરાવવાનું નક્કી કર્યું હતું. આ માટે તેમણે આરોપી ભૂપત ઉર્ફે મામા ચૌહાણનો સંપર્ક કર્યો હતો. સપ્ટેમ્બર 2014માં ભૂપત ચૌહાણે પરિવારને મામાદેવની વિધિ માટે બોલાવ્યા હતા. પીડિતાએ સહપરિવાર વિધિ કરાવી હતી. વિધિ બાદ દર ગુરુવારે દર્શન કરવા આવવું પડશે તેવું જણાવી ગુનેગાર ભૂપતે પીડિતા સાથેનો સંપર્ક યથાવત રાખ્યો હતો.

પખવાડિયા બાદ ભૂપતે પીડિતાને સવારે ફોન કરી ‘તમારી તકલીફનું સોલ્યુશન મળી ગયું છે. તું ઘરે એકલી આવજે’ તેવું કહી પત્નીનો ભરોસો આપી ઘરે એકલી બોલાવી હતી. બનાવને દિવસે બપોરે બે વાગ્યાના અરસામાં પીડિતા તાંત્રિક ભૂપતના ઘરે ગઇ હતી. અહીં પહેલેથી હાજર તેની બંને પત્નીઓએ પીડિતાને ભૂપતના બેડરૃમમાં મામા દેવનું મંદિર છે ત્યાં વિધિ કરવાના બહાને લઇ ગઇ હતી. આ સાથે જ ભૂપતે બેડરૃમનો દરવાજો અંદરથી બંધ કરી શેતાની કૃત્ય આચર્યું હતું. તાંત્રિકની હરકતથી હેબતાઇ ગયેલી પીડિતાએ ઘરે કોઇને જાણ નહીં કરતા ભૂપતે સપ્તાહમાં ફરી બે વખત પીડિતા ઉપર બળાત્કાર ગુર્જાયો હતો. આખરે પીડિતાએ સમગ્ર હકીકતથી પરિવારને વાકેફ કરતા હતપ્રભ થઇ ગયેલા સભ્યોએ તુરંત અમરોલી પોલીસ મથકમાં તાંત્રિક અને તેની બંને પત્નીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ થતાં જ મોના ભૂપત ચૌહાણ ફરાર થઇ ગઇ હતી. જ્યારે તાંત્રિક ભૂપત અને રમા ચૌહાણની ધરપકડ કરાઇ હતી. કોર્ટે મોના ચૌહાણનો કેસ અલગ કરી અન્ય બે આરોપીઓની ટ્રાયલ આજે પૂર્ણ કરી ચુકાદો જાહેર કર્યો હતો.

કોર્ટમાં બંને પક્ષની દલીલોને અંતે એપીપી રાજેશ ડોબરિયાની દલીલો ગ્રાહ્ય રાખી રમા ચૌહાણને પાંચ વર્ષ તો તાંત્રિક ભૂપતને દસ વર્ષ કેદની સજા ફટકારી હતી. હુકમમાં બંને આરોપીઓ કોવિડ-19 પોઝિટિવ છે કે કેમ? તેની સૌપ્રથમ તપાસ કર્યા બાદ જેલને હવાલે કરવા જણાવ્યું હતું.

આ વીડિયો પણ જુઓ: ત્રણ ચીની નાગરિકોની અટકાયત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન