tanushree dutta slams ajay devgn for working with alok nath
  • Home
  • Entertainment
  • Bollywood
  • તનુશ્રી દત્તાએ હવે આ અભિનેતા પર લગાવ્યો આરોપ- બોલી, ‘ઇન્ડસ્ટ્રી પાખંડિઓથી ભરેલ છે’

તનુશ્રી દત્તાએ હવે આ અભિનેતા પર લગાવ્યો આરોપ- બોલી, ‘ઇન્ડસ્ટ્રી પાખંડિઓથી ભરેલ છે’

 | 9:26 am IST

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં MeToo અભિયાન શરૂ કરનાર અભિનેત્રી તનુશ્રી દત્તા ફરીથી સમાચારમાં છે. આ વખતે તનુશ્રીનો ત્રાસ બોલીવુડના અભિનેતા અજય દેવગણને સહન કરવો પડી રહ્યો છે. તનુશ્રીએ અજય દેવગણની ફિલ્મ ‘દે દે પ્યાર દે’ માં જાતીય સતામણીના આરોપસર અભિનેતા અલોકનાથ સાથે કામ કરવા માટે અજયની ઝાટકણી કાઢી છે.

તનુશ્રી દત્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફિલ્મ ઉદ્યોગ જૂઠાણાં, શો ઓફ કરનારા અને દંભીઓથી ભરેલું છે. આલોકનથ સામેની નોટિસમાં ગંભીર આરોપો લાવ્યા પછી પણ ફિલ્મ ફરીથી રી-શૂટ થઈ શકતી હતી. પરંતુ તે થયું ન હતું, અને નિર્માતાઓએ આ ફિલ્મના ભાગરૂપે બળાત્કાર કરનાર અલોકનાથને રાખ્યો હતો.

તનુશ્રી દત્તાએ વધુમાં કહ્યું હતું કે ‘દે દે પ્યાર દે’ ના ટ્રેલર અને પોસ્ટર સામે ના આવવા સુધી કોઈ પણ જાણતું ન હોતું કે અલોકનાથ આ ફિલ્મનો ભાગ છે. તેવામાં જો અજય દેવગન અને મેકર્સ ઇચ્છતા તો તેઓ શાંતિથી અલોનાથને બદલી શકતા હતા. તેઓ તેમના સીન્સને રી-શૂટ કરી શકતા હતા.

તનુશ્રીથી પહેલા પણ અજય દેવગનને ટ્રેલર રિલિઝ થયા પછી અલોનાથના મુદ્દા પર નિંદા કરવામાં આવી છે. ત્યાર બાદ, નિર્માતા લવ રંજનથી જ્યારે આ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે અજય દેવગણએ વચ્ચે હસ્તક્ષેપ કરતા જણાવ્યું કે આ યોગ્ય સ્થાન નથી આ વિશે વાત કરવા માટે. તેણે કહ્યું કે ‘તમે જે ફિલ્મ વિશે વાત કરી રહ્યા છો તે પહેલાં (તે આરોપ પહેલા) પૂર્ણ થઈ ગઇ હતી. અજય દેવગણે આ નિવેદન “દે દે પ્યાર દે” ફિલ્મના ટ્રેલર લોન્ચિંગના પ્રસંગે આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન