tanzania man becomes millionaire after finding tanzanite stone
  • Home
  • Featured
  • ખોદકામ વખતે મળ્યો એક અદ્ભૂત પત્થર, આ શખ્સ એક જ રાતમાં 25 કરોડનો માલિક બની ગયો!

ખોદકામ વખતે મળ્યો એક અદ્ભૂત પત્થર, આ શખ્સ એક જ રાતમાં 25 કરોડનો માલિક બની ગયો!

 | 5:29 pm IST

તંઝાનિયાના એક નાના ખાણ કામદારે તેના જીવનની સૌથી મોટી શોધ કરી છે. પરંતુ તેની શોધ પણ દેશની સૌથી મોટી શોધ બની ગઈ. સૈનીનીયુ લિઝરને બે મોટા કાચા તંઝાનાઇટ પથ્થરો મળ્યાં છે. તેમનું કુલ વજન 15 કિલો છે. આ કિંમતી પથ્થર એક દુર્લભ પથ્થર છે જે પૃથ્વી પર જોવા મળે છે. આ શોધથી તેમને 34 મિલિયન ડોલર એટલે કે લગભગ 25 કરોડ રૂપિયાની આવક થઈ છે. દેશના ખાણકામ મંત્રાલય પાસેથી આટલા પૈસા મેળવ્યા બાદ તે રાતોરાત કરોડપતિ બની ગયો છે.

આ અંગે તેમની શું પ્રતિક્રિયા છે?

લિઝરે કહ્યું, ‘હું મોટી પાર્ટી કરીશ.’ લિઝર 30થી વધુ બાળકોનો પિતા છે.

તંઝાનિયા શા માટે આટલો ખર્ચ કરે છે?

તંઝાનાઇટ ફક્ત ઉત્તરી તંઝાનિયામાં જોવા મળે છે અને તે જ્વેલરી માટે વપરાયાતું એક જાણીતું રત્ન છે. તેનો ઉપયોગ રિંગ્સ, કડા અને ગળાના હાર બનાવવામાં થાય છે. અન્ય પ્રકારના જ્વેલરી પણ એમાંથી બનાવવામાં આવે છે. તે પૃથ્વી પર જોવા મળતું એક દુર્લભ રત્ન છે. એક સ્થાનિક ભૂસ્તરશાસ્ત્રીનો અંદાજ છે કે આગામી 20 વર્ષમાં તેનો પુરવઠો સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે. બની શકે એટલા માટે તંઝાનિયા આટલો ખર્ચ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન