મોઝામ્બિકની ટીમને ૨૦૦ રનના માર્જિનથી હરાવી તાન્ઝાનિયાની ટીમનો વિશ્વવિક્રમ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • મોઝામ્બિકની ટીમને ૨૦૦ રનના માર્જિનથી હરાવી તાન્ઝાનિયાની ટીમનો વિશ્વવિક્રમ

મોઝામ્બિકની ટીમને ૨૦૦ રનના માર્જિનથી હરાવી તાન્ઝાનિયાની ટીમનો વિશ્વવિક્રમ

 | 7:45 am IST
  • Share

તાન્ઝાનિયાની મહિલા ટીમે ટી૨૦ ઇન્ટરનેશનલમાં વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે. આ ટીમ બે વાર સામેની ટીમને ૨૦૦ કે તેથી વધારે રનના માર્જિન સાથે પરાસ્ત કરનારી પ્રથમ મહિલા ક્રિકેટ ટીમ બની ગઈ છે. આ ટીમે મોઝામ્બિકની ટીમ સામે આ પરાક્રમ દેખાડયું છે. તાન્ઝાનિયાની ટીમે મહિલા ટી૨૦ વર્લ્ડ કપ ક્વોલિફાયરના એક મુકાબલામાં પહેલા રમતાં ૨૨૮ રન કર્યા હતાં જવાબમાં મોઝામ્બિકની ટીમ ફક્ત ૨૮ રન કરીને ઓલઆઉટ થઇ ગઈ હતી, આમ ટીમ ૨૦૦ રનથી જીતી ગઈ હતી. આ મેચમાં મોઝામ્બિકની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તાંન્ઝાનિયાની ઓપનર ફાતુમા કિબાસુએ ૬૨ રન બનાવીને ટીમને સારી શરૃઆત આપી હતી. તેના પછી ચોથા ક્રમે રમવા આવેલી મવાડી સ્વીટીએ ૪૮ બોલમાં ૧૧ ચોક્કા સાથે અણનમ ૮૭ રન નોંધાવ્યા હતા. મોઝામ્બિકના બોલરોએ ૩૫ વધારાના રન આપ્યા હતા જેમાં ૩૦ તો વાઇડના હતાં. મોેટા લક્ષ્યનો પીછો કરતાં મોઝામ્બિકની ટીમની શરૃઆત જ ખરાબ રહી હતી અનૈ સમગ્ર ટીમ ૧૨.૫ ઓવરમાં ૨૮ રનમાં સમેટાઇ ગઈ હતી. ટીમનો કોઇ ખેલાડી બે આંકડા સુધી પહોંચી શક્યો ન હતો. તાન્ઝાનિયાની ફાસ્ટ બોલર પિરાઇસ કામુન્યાએ ફક્ત છ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.

પાંચમી વાર ૨૦૦ રનથી વધુની લીડ સાથે વિજય નોંધાયો 

મહિલા ક્રિકેટની વાત કરીએ તો પાંચમી વાર કોઇ ટીમે ટી૨૦ ઇન્ટરનેશનલ મેચ ૨૦૦ કે તેથી વધારે રનથી જીતી લીધી છે. તાન્ઝાનિયાએ આવી સિદ્ધિ બે વાર મેળવી છે. આ ટીમે અગાઉ ૨૦૧૯માં માલીની ટીમને ૨૬૮ રનના જંગી ર્માિજનથી હરાવી હતી. સૌથી મોટી જીત યુગાન્ડાની ટીમના નામે છે. તેણે ૨૦૧૯માં માલીની ટીમને ૩૦૪ રનથી હરાવી હતી. આ ઉપરાંત બાંગ્લાદેશે માલદીવને ૨૪૯ રનથી અને રવાન્ડાએ માલીને ૨૧૬ રનથી પરાજિત કર્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો