Tapsee pannu seen In Purple Skirt And Shirt Top Images went viral
  • Home
  • Featured
  • PHOTOS: તાપસી પન્નૂનો અનોખો અંદાજ, ફેશનને લઈને એક વાર ફરી આવી ચર્ચામાં

PHOTOS: તાપસી પન્નૂનો અનોખો અંદાજ, ફેશનને લઈને એક વાર ફરી આવી ચર્ચામાં

 | 9:12 am IST

બોલીવુડની ખુબસુરત એકટ્રેસ તાપસી પન્નૂ એક ફંક્શનમાં ખુબસુરત વ્હાઈટ શર્ટ અને પર્પલ કલરનું સ્કર્ટ પહેરીની નજર આવી હતી. તાપસી પોતાની ફેશનને લઈને આમ પણ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર તેનો દબદબો છે. તાપસી હંમેશા પોતાની એક અલગ સ્ટાઈલ ઉભી કરે છે.

આ વખતે તાપસીએ કંઈક અલગ દેખાવા માટે શર્ટ પર રાજસ્થાની એમ્બ્રોડરીવાળુ જેકેટ પહેર્યુ હતુ જે તેને ખુબજ સુંદર લાગી રહ્યુ હતુ. કાનમાં લાંબા લાંબા એરીગ્સ તેને વધારે પરફેક્ટ બનાવી રહ્યા છે. તાપસીની ફિલ્મ ગેમ ઓવરમાં તેના અભિનયના ખુબજ વખાણ થયા હતા.

તાપસીની આગામી ફિલ્મ ‘મિશન મંગલ’નું ટ્રેલર અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ ‘સાંડ કી આંખ’નું ટીઝર હાલમાં રીલિઝ કરવામાં આવ્યુ હતુ. બંને ફિલ્મોને લઈને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

વાત કરીએ મિશન મંગલની તો ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં છે અને તેની સાથે વિદ્યા બાલન, સોનાક્ષી સિન્હા, નિત્યા મેનન, કૃતિ કુલ્હારી અને શરમન જોશી નજર આવશે. તાપસીની ફિલ્મ ગેમ ઓવરે પણ સારી સફળતા મેળવી હતી. અશ્વિન સરવનનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને સોશિયલ મીડિયા પર ખુબજ વખાણમાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન