tara sutaria aadar jain wedding soon reports kapoor family
  • Home
  • Entertainment
  • Bollywood
  • હવેે તારા સુતારિયા પણ લગ્નના બંધનમાં બંધાશે? જાણો શું છે આદર જૈન સાથેના આ સમાચાર

હવેે તારા સુતારિયા પણ લગ્નના બંધનમાં બંધાશે? જાણો શું છે આદર જૈન સાથેના આ સમાચાર

 | 10:30 pm IST

બીટાઉન(Bollywood)ના લવબર્ડ્સ તારા સુતરિયા(Tara Sutaria) અને આદર જૈન(Aadar Jain)નાં ચાહકો માટે એક સારા સમાચાર છે. એવા અહેવાલો છે કે તારા(Tara Sutaria) અને આદર ખૂબ જ જલ્દી લગ્નના બંધનમાં બંધાશે. બંનેએ પહેલાથી જ તેમના સંબંધોને ઇન્સ્ટાગ્રામ પર જાહેર કર્યા હતા.

એક સુત્રએ જણાવ્યું છે કે આદર(Aadar Jain) ખૂબ જ જલ્દી તેની ગર્લફ્રેન્ડ તારા સુતરિયા(Tara Sutaria) સાથે સાત ફેરા લેશે. બંને પોતાની કમિટમેન્ટ્સ પ્રત્યે ખૂબ જ ગંભીર છે અને જલદીથી લગ્ન કરી શકે છે. જો કે અત્યારે આ સમાચારની કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. જ્યારે કપૂરના પરિવારમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ચર્ચા ચાલી રહી હતી, ત્યારે હવે આ સમાચારથી જાણવા મળી રહ્યું છે કે રણબીર પહેલાં તેનો કઝીન આદર સારા સમાચાર આપી દેશે.

આ અંગે બોલતા સૂત્રએ વધારે વાત કરી હતી કે, ‘હવે કેટલાક કારણોસર મને નથી લાગતું કે રણબીર(Ranbir Kapoor) આલિયા(Alia Bhatt) સાથે લગ્ન કરવા તૈયાર છે. તે જ સમયે તેનો કઝીન આદર(Aadar Jain) એ એક પારિવારિક વ્યક્તિ છે. તે તારા સાથે જલ્દી જ લગ્ન કરવા માગે છે. આદર(Aadar Jain)ના મોટા ભાઈ અરમાન જૈને તેની પ્રેમિકા સાથે ગયા વર્ષે જ લગ્ન કર્યા હતા. આદરની કારકિર્દી હજી શરૂ થઈ નથી, જ્યારે તારા(Tara Sutaria)ની કારકિર્દી હમણાં જ શરૂ થઈ છે, પરંતુ આ કારણ તેમના લગ્ન માટે કોઈ અડચણ બનશે નહીં.

ઉલ્લેખનીય છે કે તારા(Tara Sutaria)એ હાલમાં જ આદરના જન્મદિવસ પર ઇન્સ્ટાગ્રામ પર તેના સંબંધોને ઓફિશિયલ બનાવ્યો હતો. આદર(Aadar Jain)ના ભાઈ અરમાનના લગ્નમાં પણ તારા(Tara Sutaria) અને આદર એકબીજાની સાથે જોવા મળ્યાં હતાં. આ સિવાય પણ ઘણી વખત બન્ને એકબીજા સાથે જોવા મળ્યા હતા.

આ વીડિયો પણ જુઓ: હંગર ઈન્ડેક્સમાં ભારત 94મા સ્થાને

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન