Tara Sutaria and Tiger Shroff Dance Video Goes Viral on Internet
  • Home
  • Videos
  • Featured Videos
  • તારા સુતરિયા અને ટાઈગર શ્રોફ વચ્ચે દેખાઈ જબરદસ્ત કેમેસ્ટ્રી, ડાન્સ વીડિયો થયો વાયરલ

તારા સુતરિયા અને ટાઈગર શ્રોફ વચ્ચે દેખાઈ જબરદસ્ત કેમેસ્ટ્રી, ડાન્સ વીડિયો થયો વાયરલ

 | 12:13 pm IST

‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર 2’ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ત્યારે તેની કાસ્ટ એક્ટ્રેસ તારા સુતરિયા અને હિરો ટાઈગર શ્રોફ તેમની એક્ટિંગને લઈ ઘણા ચર્ચામાં છે. ફિલ્મમાં બન્નેની કેમેસ્ટ્રીને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. જોકે આવામાં તારા સુતરિયા અને ટાઈગર શ્રોફનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. જે ફેન્સ વચ્ચે ધૂમ મચાવી રહ્યો છે.

આ વીડિયોને તારા સુતરિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કર્યો છે. વીડિયોમાં બન્ને સ્ટાર ડાન્સ પ્રેક્ટિસ કરતા દેખાઈ રહ્યા છે. તારા અને ટાઈગર ફિલ્મના એક સોંગ પર ડાન્સ પ્રેક્ટિસ કરી રહ્યા છે આ વીડિયો શેર કરી તારાએ પાટનર તરીકે ટાઈગરનો આભાર માન્યો છે. તારાની વાત કરીએ તો બોલિવૂડમાં ડેબ્યૂ કરતા પહેલા જ તારા સુતરિયા સોશિયલ મીડિયા પર સ્ટાર બની ગઈ હતી. તેઓ સતત તેના વીડિયો અને તસવીરો પોસ્ટ કરે છે. જે ફેન્સને ઘણા ઇમ્પ્રેસ કરે છે. તમને જણાવી દઈએ કે ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર 2’માં આ બન્ને સ્ટાર સાથે એક્ટ્રેસ અનન્યા પાંડે પણ મુખ્ય પાત્રમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન