tara sutaria ramp walks during fashion week diana penty
  • Home
  • Featured
  • Photos: સ્ટેજ પર રેમ્પ વોક કરતી તારા સુતરીયા લાગી પરી જેવી, જોનારા જોતા જ રહ્યાં

Photos: સ્ટેજ પર રેમ્પ વોક કરતી તારા સુતરીયા લાગી પરી જેવી, જોનારા જોતા જ રહ્યાં

 | 2:44 pm IST

તારા સુતરીયા કેટલાયે ફેશન શોમાં શો સ્ટોપર બને છે અને તેનો જલવો બતાવે છે. હુસ્નની પરીને જોનારા જોતા જ રહે તેવી તેની અદાઓ છે. હાલ આવા જ એક ફેશન શોમાં તારા સફેદ કપડામાં પરી જેવી લાગતી હતી. તારાએ ફેશન ડિઝાઇનર સુલક્ષણા મોંગાના ફેશન શોમાં શો સ્ટોપર બની હતી.

તારાએ જે લહેંગો પહેર્યો તેમાં શિફોનનું ફ્લોરલ વર્ક જોવા મળ્યુ હતુ. આ ડેલિકેટ ડિઝાઇનના લહેંગામાં તારા ખુબજ આકર્ષક લાગતી હતી. લહેંગા અને બ્લાઉઝની યુનિક ડિઝાઇન વન શોલ્ડર બ્લાઉઝમાં તારા આકર્ષક લાગતી હતી.

અભિનેત્રી તારા સુતારિયાએ બોલિવૂડમાં ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ યર 2’ થી કરિયરની શરૂઆત કરી હતી. અભિનેત્રીની ડેબ્યુ ફિલ્મ તો ખાસ કાંઈ કમાલ કરી શકી નથી. પરંતુ તેના ડ્રેસિંગ સેન્સને ફેન્સ ઘણા પસંદ કરે છે.

આ જ ફેશનવીકમાં એકટ્રેસ ડાયના પેન્ટી પર રેમ્પ વોક કરતી નજરે ચડી હતી. ડાયના દિવ્યા રાજવીરની શો સ્ટોપર બની હતી. ડાયનાએ બ્લૂ શિફોન ડ્રેસ પહેર્યો હતો. તેના સ્કર્ટમાં ફ્રન્ટમાં સ્લિટ તેને હટકે લુક આપતો હતો.

બ્લાઉઝમાં રફલ સ્લીવ્સ બનાવવામાં આવી હતી. આ ડ્રેસમાં બ્લાઉઝ અને સ્કર્ટના વેસ્ટ પાર્ટ પર સાટીનના કપડાની ડિઝાઇન બનાવી હતી જે તેને વધારે આકર્ષક બનાવે છે. ફ્લોરલ વર્ક સ્પ્રિંગ સીઝનની ફીલીંગ્સ આપી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન