Tara Sutaria says about trollers after trolling on Social Media
  • Home
  • Featured
  • જ્યારે ટોપના કારણે ટ્રોલ થઈ હતી અભિનેત્રી તારા સુતારિયા, હવે એક્ટ્રેસે આપ્યો આ જવાબ

જ્યારે ટોપના કારણે ટ્રોલ થઈ હતી અભિનેત્રી તારા સુતારિયા, હવે એક્ટ્રેસે આપ્યો આ જવાબ

 | 5:09 pm IST

એક્ટ્રેસ તારા સુતારિયાની ફિલ્મ ‘મરજાવાં’ રિલીઝ થઈ છે અને આ કારણે તારા ફરી એકવાર ચર્ચામાં આવી છે. થોડા દિવસ પહેલા એક પાર્ટીમાં તેને ટ્યૂબ ટોપ પહેર્યું હતું. જેના પછી તે સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે ટ્રોલ થઈ હતી. જ્યારે તાજતેરમાં તારાએ એક ઇન્ટરવ્યૂમાં ટ્રોલર્સને જોરદાર જવાબ આપ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ તારાએ કહ્યું કે તે આ બાબતો પર વધારે ધ્યાન આપતી નથી. ઉપરાંત તારાએ કહ્યું કે તેને ખબર પડી ગઈ છે કે ટ્રોલિંગથી બચી શકાય નહીં. તેને કહ્યું કે,‘મને સામાન્ય જીવનમાં તૈયાર થવું, ડ્રેસઅપ કરવું સારું લાગે છે એટલે હું હંમેશા તૈયાર રહું છું.’ વધુ ઉમેરતા તારાએ કહ્યું કે,’તે સાચું છે કે મને પછીથી ઘણી ટ્રોલ કરવામાં આવી હતી, પહેલા મને ટ્રોલિંગથી ઘણી અસર થઈ હતી. ડિપ્રેશનમાં જતી હતી પણ હવે હું તેને મારા મગજ પર નથી લેતી.’ આપણે જણાવી દઈએ કે તારા પોતાના બેસ્ટ સ્ટાઇલ સ્ટેટમેન્ટ દ્વારા ચાહકોને ફેશન ગોલ્સ આપતી રહે છે પરંતુ તાજેતરમાં જ તે બોલ્ડ આઉટફિટને કારણે ટ્રોલ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન