tarak mahata disha vakani husband creates issues on her return
  • Home
  • Entertainment
  • Bollywood
  • દિશાના પતિએ ફરી ઉપાડો લીધો, મેકર્સે બધું કોમ્પ્રોમાઈઝ કરી લીધું છતાં દયા નથી આવતી!

દિશાના પતિએ ફરી ઉપાડો લીધો, મેકર્સે બધું કોમ્પ્રોમાઈઝ કરી લીધું છતાં દયા નથી આવતી!

 | 12:44 pm IST

તારક મહેતા શો દયાના કારણે ભારે ચર્ચામાં છે. આ પહેલા પણ એક ખબર આવી હતી કે દયા હંમેશા માટે શોમાં નથી આવવની. તે માત્ર એક થોડોક ભાગ જ શુટ કરશે અને શોમાં દેખાશે. પરંતુ ફરી તેના પતિએ કંઈક નવો જ વાંધો ઉઠાવ્યો છે. નવરાત્રીમાં દરેક દર્શકોને એક આશા હતી કે દિશાને ફરી દયાબેનના રૂપમાં જોવા મળશે.

નવરાત્રીનો આખો એપિસોડ પણ દર્શકો માટે ખોટી આશા સાબિત થયો. માત્ર નાનકડા એક ભાગમાં દયાબેન દેખાયા. કે જે જોઈને અનેક દર્શકોએ સોશિયલ મીડિયા પર તેની ઝાટકણી કાઢી હતી. કોઈએ તો એવી કોમેન્ટ પણ કરી હતી કે શા માટે તમે દર્શકોને ઉલ્લુ બનાવો છો?

તાજા અહેવાલો પ્રમાણે દિશા વાકાણી શોમાં પરત ફરવા માંગે છે પરંતુ અમુક શરતો આડે આવે છે. દિશાની બધી જ નવી માંગણીઓ સામે સીરિયલના મેકર્સ પણ સમજોતો કરવા તૈયાર છે. તેમ છતાં સેટિંગ પડી રહ્યું નથી. કેમ કે દિશા વાકાણીના પતિ મયુરે ફરી નવા વાંધા ઉઠાવ્યા છે. મેકર્સ ત્યા સુધીનો વાદો કર્યો કે એક દિવસમાં દિશાને માત્ર 3 કલાક જ કામ કરવાનું. તેમજ દીકરી સ્તૃતિને પણ રાખવા માટે એક અલગ રૂમની સુવિધા આપશું.

આટલી સુવિધા તદુપરાંત દિશાના પતિ મયુર હજુ હા નથી પાડી રહ્યા. ઉલ્લેખનીય છે કે મેકર્સ લાંબા સમયથી દિશાને તારક મહેતા શોમાં ફરીથી લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે આ એક એવી સમસ્યા બની ગઈ કે જેનો કોઇ ઉકેલ સામે નથી આવ્યો. દિશા વાકાણી છેલ્લા બે વર્ષથી આ શોમાં જોવા નથી મળતી. લગ્ન પછી ગર્ભવતી થતા દિશાએ આ શો પરથી થોડા સમય માટે બ્રેક લીધો હતો.

આ વીડિયો પણ જુઓ: જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાને મોટી સફળતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન