હે માં, માતાજી... હવેથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શૉમાં નહીં જોવા મળે દયા! - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • હે માં, માતાજી… હવેથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શૉમાં નહીં જોવા મળે દયા!

હે માં, માતાજી… હવેથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શૉમાં નહીં જોવા મળે દયા!

 | 4:25 pm IST

સબ ટીવીનો પ્રખ્યાત શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું પાત્ર નિભાવીને ઘરેઘરે જાણીતી બનેલી દિશા વાકાણી આ શૉને બહુ જ જલ્દી અલવિદા કહેવાની છે. દિશાની પ્રેગ્નેન્સી દરમિયાન તે શૉ છોડશે તેવા સમાચાર આવ્યા હતા, ત્યારબાદ શૉ નિર્માતાઓએ માર્ચમાં અભિનેત્રી ફરી શૉ સાથે જોડાશે તેવી વાત કહી હતી.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર દિશા મેટરનિટી લીવ લઇને ઘણા મહીનાથી શૉમાંથી ગાયબ છે. તેણે ગત સપ્ટેમ્બરમાં શૉ માટે છેલ્લુ શૂટ કર્યું હતું. તાજેતરમાં દિશા લગ્ન અને પર્સનલ લાઇફને લઇને ઘણી વ્યસ્ત છે. તે હવે પોતાના બાળકને સમય આપવા માંગે છે. આવામાં દિશાની શૉમાં પરત ફરવાની સંભાવના નહિવત છે.

ઉલ્લેખનીય છે કે દિશાએ 2015માં મુંબઇનાં ચાર્ટડ એકાઉન્ટંટ મયૂર પાડિયા સાથે લગ્ન કર્યા હતા. ગત નવેમ્બરમાં તેમના ત્યાં એક દીકરીનો જન્મ થયો છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં શૉ મેકર નવા ચહેરાની શોધમાં છે.

નોંધનીય છે કે દિશા આ સુપરહિટ શૉમાં જેઠાલાલની પત્ની દયાબેનનો કિરદાર નિભાવે છે. પોતાના અનોખા અંદાજને કારણે તેને ઘણી નામના મળી હતી. શૉમાં દયાની ડાયલોગ ડિલીવરીનો અંદાજ હટકે છે.