દ્વારકાધીશના દરબારમાં ‘દયાભાભી’, સહપરિવાર કર્યા દર્શન

766

સફળતાનું દરેક શિખર મેળવી ચૂકેલ ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં બધા કલાકારો ખુબ જ લોકપ્રિય છે. સબ ટીવીનાં આ કોમેડી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’શોમાં દયાભાભીની ભૂમિકા કરીને પ્રખ્યાત થનાર દયા ભાભી ઉર્ફે દિશા વાકાણી-પટણી સહપરિવાર સાથે બેટ દ્વારકાધીશના દર્શને પહોંચ્યા હતાં. આ દરમિયાન તેમની સાથે તેમના પતિ મયુર પટણી તેમજ તેમના માતા તથા સાસુ તેમની સાથે મંદિરનાં દર્શનાર્થે આવ્યા હતા અને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શિશ ઝૂકાવી સહપરિવાર આશીર્વાદ મેળવ્યા હતા.

બેટના ભગવાન દ્વારકાધીશના જગત મંદિરે તેમણે વિશેષ પૂજન અર્ચન કરાવ્યું હતું. બેટ દ્વારકામાં અત્યંત પુણ્યશાળી મનાતું ચોખાનું દાન પણ તેમણે કર્યુ હતું. બેટ દ્વારકાધીશ મંદિરમાં સમગ્ર પૂજન વિધી પરંપરાગત વિધી-વિધાન સાથે કરાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દિશા વાકાણી દયાભાભી તરીકે ઘેર ઘેર જાણીતા છે તેઓ બેટ દ્વારકાધીશના દર્શને આવ્યા હોવાની વાત વાયુવેગે પ્રસરતાં તેમના પ્રશંસકો મંદિર ખાતે ઉમટી પડયા હતા. તેઓની આ મુલાકાત વખતે સ્થાનિક પંડાસભાના આગેવાનો સાથે રહ્યા હતા.

નોંધનિય છે કે, દિશા વાકાણી 2008થી શરૂ થયેલા કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાભાભીની ભૂમિકા કરી રહ્યા છે. આ શો ટેલિવિઝન પર પ્રસારિત થતાં સૌથી મનોરંજક શોમાં શામેલ છે. નાના પડદા પર દયા ભાભી ઉર્ફે દિશા વાકાણી અને જેઠા લાલ એટલે કે દિલીપ જોશીની કેમેસ્ટ્રી દર્શકોને ખુબ પસંદ આવે છે.