Tarak Mehta fame Babita angry on people taking selfies on Dr Hathi's cremation
  • Home
  • Entertainment
  • ડો.હાથીના અંતિમ સંસ્કાર વખતે બબીતા સાથે થઈ એવી હરકત કે…

ડો.હાથીના અંતિમ સંસ્કાર વખતે બબીતા સાથે થઈ એવી હરકત કે…

 | 2:19 pm IST

9 જુલાઈના રોજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ ડો.હાથી એટલે કે કવિ કુમાર આઝાદનું નિધન થયું હતું. બીજા દિવસે મીરા રોડ પર આવેલા સ્મશાન ગૃહમાં તેમની અંતિમ વિધિ કરાઈ હતી. ત્યારે ટેલિવુડના કલાકારોએ તેમને ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી. આ શોમાં બબીતાના રોલમાં જોવા મળેલી એક્ટ્રેસ મુનમુન દત્તા અંતિમ સંસ્કારમાં હાજર લોકોની હરકતથી ગુસ્સામાં આવી ગઈ હતી.

તેમણે સોશિયલ મીડિયા પર આવા લોકો માટે પોસ્ટ કરી છે. તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરતા લખ્યું કે, લોકોના વ્યવહારથી હું દુખી થઈ છું. જ્યારે અમે ડોક્ટર હાથીને વિદાઈ આપી હતી. ત્યાં લોકો અંતિમ સંસ્કાર પહેલા સેલ્ફી લઈ રહ્યા હતા. અમારા ચહેરા પર ફોનની લાઈટ મારી રહ્યા હતા. વીડિયો બનાવી રહ્યા હતા.

તેણે પોસ્ટમાં લખ્યું કે, ચાહે તે આન્ટી હોય કે અંકલ હોય કે યંગ લોકો હોય. આ બધુ જ ખરાબ લાગતું હતું. તે બતાવે છે કે, લોકોના દિલમાં જરા પણ બીજા માટે ઈજ્જત નથી. આવા તણાવભર્યા માહોલમાં પણ લોકો સેલ્ફી લઈ રહ્યા હતા. જેથી તસવીરોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકાય. આવા સમયમાં પબ્લિક ક્યારેય રિસ્પેક્ટ બતાવવા નથી આવતી, બસ સેલિબ્રિટીને જોવા, ફોટો લેવા આવે છે.

ભીડમાં બે લોકો મારા ચહેરા પર મોબાઈલની લાઈટ મારી રહ્યા હતા. હું તેમના પર ગુસ્સે પણ થઈ હતી. ત્યારે મેં જોયું કે, સામેવાળી બિલ્ડિંગમાં લોકો હસી રહ્યા હતા. મેં તેમના ચહેરા પર ઝીરો રિસ્પેક્ટ જોઈ. આ વાત તમાશો બને તેના બાદ હું તરત જ તે જગ્યા પરથી નીકળી ગઈ હતી.

તમને જણાવી દઈએ કે, ડોક્ટર હાથીના નિધનના સમાચાર બાદ મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. તેણે ડો.હાથીને ખુશમિજાજ અને સાચા વ્યક્તિ બતાવ્યા હતા. સાથે જ તેમની આત્માના શાંતિ મળવાની દુઆ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન