Tarak Mehta fame Dr Hathi aka Kavi Kumar Aza died
  • Home
  • Entertainment
  • ‘તારક મહેતા..’નું શુટિંગ કેન્સલ, મરતા પહેલા ડો.હાથીએ પ્રોડ્યુસર સાથે કરી હતી આ વાત

‘તારક મહેતા..’નું શુટિંગ કેન્સલ, મરતા પહેલા ડો.હાથીએ પ્રોડ્યુસર સાથે કરી હતી આ વાત

 | 5:20 pm IST

ફેમસ કોમેડી ટીવી શો તારક મહેતા કા ઉલટા ચશ્મામાં ડોક્ટર હંસરાજ હાથીનો રોલ કરનાર એક્ટર કવિ કુમાર આઝાદ હવે આ દુનિયામાં નથી રહ્યા. આઝાદ લાંબા સમયથી આ શો સાથે જોડાયેલા હતા. તેમનું હાર્ટ એટેકને કારણે થયું હતું. કવિ કુમારના અચાનક થયેલા મોતથી શો સાથે જોડાયેલા કલાકારોને આઘાત લાગ્યો છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, આજે ફિલ્મ સિટીમાં નક્કી કરાયેલ શિડ્યુલ મુજબ એપિસોડનું શુટિંગ થવાનું હતું, પરંતુ હવે તેને કેન્સલ કરી દેવાયું છે.

એક્ટરની મોત પર શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે મીડિયાને જણાવ્યું કે, કવિ કુમાર આઝાદ બહુ જ સકારાત્મક વિચારોવાળા વ્યક્તિ હતા. તેઓ હંમેશા સેટ પર સમય પર આવતા હતા. પછી ભલે તેમની તબિયત ખરાબ કેમ ન હોય. આજે સવારે તેમણે મને ફોન કર્યો હતો, અને કહ્યું હતુ કે, આજે મારી તબિયત થોડી ખરાબ છે, તો હું શુટ પર આવવા માટે અસમર્થ છું. પરંતુ થોડી વાર બાદ તેમના નિધનના સમાચાર મળ્યા કે, તેઓ હવે આ દુનિયામાં રહ્યા નથી. હું આ સાંભળીને ચોંકી ગયો હતો.

કરી હતી આ ટ્વિટ
થોડા દિવસ પહેલા જ કવિ કુમાર આઝાદે પોતાના ટ્વિટર પર એક તસવીર પોસ્ટ કરી હતી. જેના નીચે તેમણે લખ્યું હતું કે, કોઈએ કહ્યું છે કે કલ હો ના હો, હું કહું છું કે પલ હો ના હો. દરેક પળ જીઓ.

આઝાદની મોતનો સૌથી મોટો ઝાટકો ટીવી ઈન્ડસ્ટ્રીના કલાકારોને લાગ્યો હતો. મીડિયા રિપોર્ટસ અનુસાર, તેમણે વર્ષ 2010માં પોતાનું 80 કિલો વજન સર્જરીથી ઓછું કરાવ્યું હતું, જેને કારણે તેમને રોજિંદી લાઈફસ્ટાઈલ બહુ જ સરળ થઈ ગઈ હતી. કવિ કુમારને ફ્રી સમયમાં લખવું બહુ જ પસંદ હતું. તેઓ કવિતાઓ લખતા હતા. આ ઉપરાંત ખાલી સમય તેઓ યંગસ્ટર્સ સાથે વાત કરવામાં વિતાવતા હતા.