‘તારક મહેતા..’નાં આ એપિસોડમાં બતાવામાં આવ્યા હતાં દયાભાભીનાં માતા

2890

લોકપ્રિય ટેલિવિઝન શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં દયાભાભીનું પાત્ર સૌકોઇને પસંદ આવે છે. પછી ભલેને તેમની ગુજરાતી બોલવાની શૈલી હોય કે, તેમની ગરબા રમવાની અજીબોગરિબ રીત. દયાભાભી સૌકોઇને મનમૂકીને હસાવે છે. અત્યાર સુઘી દયાભાભીની માતાને લઈને આ શોમાં સસ્પેન્સ રાખવામાં આવ્યું છે. જો કે  શો મેકર્સે કેટલીકવાર દયાભાભીની માતાને શોમાં બતાવવામાં આવશે, તેમ જણાવ્યુ હતું પરંતુ તેમને ક્યારેય દર્શકોને દયાભાભીની માતા બતાવી નથી.

તમને જણાવી દઇએ કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં એકવાર દયાભાભીની માતાને દેખાડવામાં આવી છે અને કદાચ આ વાતને શોનાં નિર્માતા ભૂલી ગયા છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નાં 394માં એપિસોડમાં દયાભાભીની માતા બતાવવામાં આવી હતી. આ શો દરમિયાન દયાભાભીની માતા તેમની સાથે ફોન પર વાતો કરતા નજરે પડી રહ્યા છે.

Dayabhabhi

આ એપિસોડમાં અમદાવાદની પોળનાં સીનને ફિલ્માવવામાં આવ્યો છે. આ સીનમાં અમદાવાદનાં સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો. આ સીન બાદ ક્યારેય સીરિયલમાં દયાભાભીની માતા બતાવવામાં આવી નથી અને દર વખતે દયાભાભીની માતાને લઈને સસ્પેન્સ રાખવામાં આવ્યું છે. જોકે, મેકર્સ આ એપિસોડ જ સાવ ભૂલી ગયા હોય એવુ લાગે છે.