video: tarak mehta ka ooltah chashmah babita and jethalals performance
  • Home
  • Entertainment
  • Bollywood
  • જેઠાલાલ અને બબીતાનો TVમાં આવતા પહેલા જ વીડિયો વાયરલ, જુઓ પડદા પાછળનું રહસ્ય

જેઠાલાલ અને બબીતાનો TVમાં આવતા પહેલા જ વીડિયો વાયરલ, જુઓ પડદા પાછળનું રહસ્ય

 | 3:56 pm IST

ટીવીનો સૌથી પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોઈને કોઈ વાતને લઈ ચર્ચામાં રહેતો હોય છે. એ જ રીતે હાલમાં ગોલુલધામ સોસાયટીમાં ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે. ગોકુલધામ સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. એમાં દર્શકોને સૌથી વધારે રાહ હતી બબીતાજી અને જેઠાલાલના પર્ફોર્મન્સની, અને એનો જ વીડિયો સામે આવ્યો છે.

પરંતુ આ વખતે કંઈક હટકે થયું. બબીતા અને ઐય્યરે ‘મેને તુજકો દેખા’ ગીત પર ડાન્સ કર્યો. જો કે, આ સોન્ગમાં પણ એક ડ્રીમ સિક્વન્સ બનાવાઈ હતી જેમાં બબીતાજી સાથે જેઠાલાલે ડાન્સ કર્યો. એટલે જેઠાલાલ અને બબીતાની જોડીને એકસાથે ડાન્સ કરતા જોવાની દર્શકોની ઈચ્છા આખરે પૂરી તો થઈ જ ગઈ. બબીતાજીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે.

બબીતાએ શેર કરેલા આ વીડિયોમાં આખું ગીત કઈ રીતે શૂટ થયું તે જોવા મળી રહ્યું છે. કોરિયોગ્રાફર, એક્ટર અને ડાયરેક્ટરની કલાકોની મહેનત હોય છે. ત્યારબાદ આપણે 2-3 મિનિટનું પરફોર્મન્સ જોવા મળે એ વાત આ વીડિયોમાં જાણવા મળી રહી છે.

તમે વીડિયોમા જોઈ શકો છો કે ડાન્સ તેમજ રિહર્સલ કઈ રીતે કરવામાં આવે છે. મુનમુન દત્તા આ પર્ફોર્મન્સ માટે તૈયાર થાય છે તેમાં તેના મેકઅપ રૂમનું પણ દ્રશ્ય બતાવવામાં આવ્યું છે. કોરિયોગ્રાફર પણ ડાન્સના સ્ટેપ બતાવતો જોવા મળી રહ્યો છે. જેઠાલાલ પણ કોરિયોગ્રાફર અને મુનમુન સાથે પોતાના સ્ટેપ્સના રિહર્સલ કરતાં જોવા મળી રહ્યો છે. આ

આ વીડિયો પણ જુઓ: ક્રેઈન કર્મી દ્ગારા પૈસા વસૂલતા હોવાનો વીડિયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન