'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની આ એક્ટ્રેસે કરી સગાઇ - Sandesh
NIFTY 10,561.90 +13.20  |  SENSEX 34,455.64 +60.58  |  USD 65.6650 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આ એક્ટ્રેસે કરી સગાઇ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આ એક્ટ્રેસે કરી સગાઇ

 | 10:41 am IST

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની અભિનેત્રી ખુશ્બૂ તાવડેએ મરાઠી એક્ટર સંગ્રામ સાલ્વી સાથે સગાઇ કરી લીધી છે. ખુશ્બૂએ પોતાની સગાઇની કેટલીક તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ખુશ્બૂ સબ ટીવી પર પ્રસારીત થતા શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં બુલબુલની ભૂમિકા ભજવે છે. બંન્નેની સગાઇનો કાર્યક્રમ ખુબ જ સાધારણ રીતે રાખવામાં આવ્યો હતો. જેમા નજીકનાં સંબંધીઓ અને દોસ્તોને આમંત્રણ આપવામાં આવ્યુ હતું. પોતાની સગાઇ દરમિયાન ખુશ્બૂએ પીળા કલરની સાડી પહેરી હતી જેમા તે ખુબ જ સુંદર નજર આવી રહી હતી.

તમને જણાવી દઇએ કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલે 2000 થી પણ વધારે શો પૂર્ણ કરી લીધા છે અને આ સીરિયલ દેશમાં સૌથી લાંબી ચાલનારી કોમેડી સીરિયલ છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીવાય ખુશ્બૂ એન્ડ ટીવીની સીરિયલ ‘તેરે બીન’માં પણ નજર આવી છે. ખુશ્બૂનાં મંગેતર સંગ્રામે પણ સગાઇની કેટલીક તસવીરો શેર કરી છે. હાલમાં આ સીરિયલે સૌથી વધારે સમય સુધી ચાલતા કોમેડી શો તરીકે પોતાનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યુ છે.

આ શો પત્રકાર અને કોલમનિસ્ટ તારક મહેતાની ગુજરાતી મેગેજીનમાં આવનાર કોલમ ગુનિયાને ઉંધા ચશ્મા પર આધારિત છે. આ સીરિયલની પ્રોપ્યુલૈરિટી એટલી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાન માટે આ શોને નોમિનેટ કર્યો હતો.