‘Tarak Mehta Producer Do Not Want Disha Vakani To Return?
  • Home
  • Entertainment
  • Bollywood
  • દિશાની હા-ના-હા-ના વચ્ચે આસિત મોદીનો પિત્તો ગયો? દયાને પરત બોલાવવાની ઈચ્છા નથી!

દિશાની હા-ના-હા-ના વચ્ચે આસિત મોદીનો પિત્તો ગયો? દયાને પરત બોલાવવાની ઈચ્છા નથી!

 | 4:27 pm IST

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો લાખો દર્શકોના દિલ પર રાજ કરે છે. નાના પડદે એક દાયકાથી વધુ સમય પૂરા થયા હોવા છતાં શો હજી પણ ટીઆરપી રેન્કિંગમાં ટોપ 10માં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ છે. મહત્વની વાત એ છે કે ભલે તેની એક અગ્રણી કલાકાર દિશા વાકાણી ઉર્ફે દયાબેન બે વર્ષ કરતાં વધુ સમયથી શોમાંથી ગુમ થઈ ગઈ છતાં “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોને વધાકે કંઈ ફર્ક નથી પડ્યો. એ બતાવે છે કે શો એક કલાકાર કરતા મોટો છે.

પરંતુ તે પછી પણ ચાહકો દિશાને ફરીથી નાના પડદે જોવા માંગે છે. આ વર્ષે નવરાત્રીના એપિસોડ દરમિયાન અભિનેત્રીએ વીડિયો કોલ દ્વારા જેઠાલાલ સાથેની વાતચીતના ભાગ રૂપે એક નાનો કેમિયો કર્યો હતો. પરંતુ ત્યારબાદ તેની પરત આવવાની અટકળો ફેલાઇ રહી છે પરંતુ કોઈ ચોક્કસ સમાચાર નથી.

દિશા વાકાણીએ ગર્ભવતી હોવાને કારણે શો છોડી દીધો હતો. પછી તેની પુત્રી ખૂબ નાની હોવાને કારણે તે પરત આવવામાં અચકાતી હતી. જ્યારે પ્રોડક્શન હાઉસે અભિનેત્રીને પરત બોલાવવા માટે સંપર્ક કર્યો ત્યારે તેણે થોડી શરતો મૂકી. અહેવાલો છે કે તે દિવસના માત્ર બે કલાક કામ કરવા માંગતી હતી જેથી તે તેની પુત્રીની સારી રીતે સંભાળ રાખી શકે.

એવી પણ અફવાઓ હતી કે તેનો પતિ મયુર પંડ્યા પણ દિશાના આ નિર્ણયમાં દખલ કરી રહ્યો છે. હવે આ બધાની વચ્ચે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના નિર્માતા આસિત કુમાર મોદી ખૂબ હતાશ થઈ ગયા છે. અસિત કુમાર ઈચ્છે છે કે દિશા પહેલાની જેમ તેની ટીમમાં જોડાય અને અન્ય કલાકારો જેવું કરે છે તેમ શૂટિંગ માટે લાંબા કલાકો આપે.

પરંતુ દિશા માટે હાલમાં આ શક્ય બને એવું નથી અને દિશાની શરતો આસિત કુમારને માન્ય નથી. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આસિત મોદીએ આના લીધે જ દિશાને દયાબેનની ભૂમિકામાં પાછા આવવાની સલાહ કરવાની છોડી દીધી છે. કેમ કે સીરીયલમાં દયાબેનની ગેરહાજરી હોવા છતાં દર્શકોને આનંદ મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન