tarak mehta ka ooltah chasmah actors raised objections on disha vakani
  • Home
  • Entertainment
  • Bollywood
  • દિશાનું કાળજું કંપી ઉઠે એવો ઘટસ્ફોટ, દયાના પરત આવવાથી સાથી એક્ટર્સ જ રાજી નથી!

દિશાનું કાળજું કંપી ઉઠે એવો ઘટસ્ફોટ, દયાના પરત આવવાથી સાથી એક્ટર્સ જ રાજી નથી!

 | 12:44 pm IST

દિશા વાકાણીનાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં વાપસી અંગે હજુપણ વાટાઘાટો ચાલી રહી છે. દિશા શૉમાં નથી આવી એનો ઘણો સમય થઈ ગયો. બે વર્ષ જેટલા સમયથી દયા ભાભીનું પાત્ર કોઈ નથી ભજવી રહ્યું. જો કે એક નાનકડાં સીન માટે દિશાએ નવરાત્રી સમયે એન્ટ્રી મારી હતી. ગત દિવસોમાં એવી વાતો હતી કે, દિશાએ શરત મુકી હતી કે તે ફક્ત 6 કલાક જ કામ કરશે. તેની આ શરત માટે શૉનાં મેકર્સ તો તૈયાર થઇ ગયા હતાં.

પરંતુ મેકર્સના બધા પ્લાન આપવા છતાં હવે એવું લાગી રહ્યું છે કે શૉનાં મેકર્સનો પ્લાન પણ ફ્લોપ થઇ ગયો છે. એક વેબસાઇટના અહેવાલ પ્રમાણે તારક મહેતામાં કામ કરતાં કેટલાંક ઍક્ટર્સને જ આ વાતથી વાંધો હતો. તેમને દિશાનાં ફક્ત 6 કલાક કામ કરવાની કંડીશનથી પ્રોબ્લેમ હતો. આ કારણે જ દિશાની વાપસીમાં આટલી વાર લાગી રહી છે.

ઉલ્લેખનીય છે કે, દિશા વાકાણી ગત બે વર્ષથી તારક મહેતા સિરીયલમાંથી ગાયબ છે. તે મેટરનિટી લીવ પર ગઈ એ ગઈ પછી આવી જ નથી. ઘણા દિવસોથી દિશા વાકાણીને રિપ્લેસ કરવાની માત્ર વાતો આવી રહી છે પરંતુ કોઈ નક્કર પરિણામ સામે આવતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન