તારક મહેતા કા ઊલટા ચશ્મામાં દયાબહેન કદી પાછાં નહીં ફરે - Sandesh
  • Home
  • Entertainment
  • તારક મહેતા કા ઊલટા ચશ્મામાં દયાબહેન કદી પાછાં નહીં ફરે

તારક મહેતા કા ઊલટા ચશ્મામાં દયાબહેન કદી પાછાં નહીં ફરે

 | 12:20 am IST

લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઊલટા ચશ્માંમાં દયાબહેનનું કિરદાર નિભાવનાર અભિનેત્રી દિશા વાકાણી ગયા વર્ષે મેટરનિટી લીવ લઇને શોમાંથી બ્રેક લઇને ચાલી ગઇ હતી. એવી ચર્ચા હતી કે આ ઓકટોબરમાં દિશા શોમાં વાપસી કરવાની છે પરંતુ શોમાં તે સંપૂર્ણ ઓકટોબર મહિનામાં જોવા મળી નહીં. દિશા વાકાણી હવે શો પર કયારેય પાછી ફરવાની નથી એવી સ્પષ્ટતા કરવામાં આવી છે. દિશા શો પર કમબેક કરે તે તેના પતિને પસંદ નથી. દિશા પોતે ફરી શોમાં કામ કરવા માંગતી હતી પરંતુ પોતાના પતિ વિરુદ્ધ તે કામ કરવા માંગતી નથી. દિશા પોતાની કારકિર્દી કરતા તેના બાળક પર વધારે ધ્યાન આપે એમ તેના પતિની ઇચ્છા છે.