તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી ઊડી જશે ‘પોપટ’, જાણો શું છે મામલો – Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.2100 +0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી ઊડી જશે ‘પોપટ’, જાણો શું છે મામલો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી ઊડી જશે ‘પોપટ’, જાણો શું છે મામલો

 | 4:26 pm IST

સબ ટીવીના પ્રખ્યાત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાંથી એક લોકપ્રિય પાત્રની બાદબાકી થઈ જવાના એંધાણ મળી રહ્યા છે. આ સીરિયલના દરેક પાત્ર એટલા લોકપ્રિય થયા છે કે લોકો વચ્ચે તેમની ઓળખ પાત્રોના નામથી જ થવા લાગી છે. આવું જ લોકપ્રિય પાત્ર છે પોપટલાલનું જે સીરિયલમાંથી આઉટ થઈ જશે તેવી ચર્ચા છે.

પારિવારિક કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ઘણા વર્ષોથી કામ કરતો શ્યામ પાઠક એટલે કે પત્રકાર પોપટલાલને શો છોડવો પડશે તેવા અહેવાલ મળી રહ્યા છે. કારણ કે શ્યામ પાઠકની શોના નિર્માતા અસીત કુમાર મોદી વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો હતો. આ વિવાદ એટલો વકર્યો કે હવે તેને શો છોડી દેવાનું કહી દેવામાં આવ્યું છે. અસીત મોદી અને શ્યામ પાઠક વચ્ચે થયેલી તકરાર મુદ્દે જાણવા મળતી વિગતોનુસાર દિલીપ જોશી અને શ્યામ પાઠકનું એક કોમિક પર્ફોમન્સ લંડનના ભારતીય દર્શકો માટે યોજાયું હતું. જો કે પર્ફોમન્સ માટે શ્યામ પણ લંડન જવાનો છે તે વાતથી શો મેકરો અજાણ હતા અને આ મુદ્દે વિવાદ થતાં હવે શ્યામ પાઠકને શો છોડવાનું અલ્ટિમેટમ અપાયું છે. જો કે ચર્ચાઓ એવી પણ છે કે આ ઘટના બાદ શ્યામે નિર્માતાની માફી પણ માંગી હતી. પરંતુ તેને શોમાં રાખવામાં આવશે કે કેમ તે સ્પષ્ટતા કરવામાં નથી આવી.