ટાર્ડીગ્રેડ આઠ પગવાળું જળચર પ્રાણી છે - Sandesh
  • Home
  • Kids Corner
  • ટાર્ડીગ્રેડ આઠ પગવાળું જળચર પ્રાણી છે

ટાર્ડીગ્રેડ આઠ પગવાળું જળચર પ્રાણી છે

 | 12:01 am IST

જંગલબુક :- નીરવ દેસાઈ

ટાર્ડીગ્રેડ પાણીમાં રહેનારું આઠ પગવાળું નાનું  પ્રાણી છે. ૧૭૭૩ની સદીમાં જર્મન પ્રાણીશાસ્ત્રી જોહાન ઓગસ્ટ એફ્રેમ ગોએઝીએ તેને શોધી કાઢયું હતું. આ અજાયબ લાગતા પ્રાણીને જોહાને પાણીમાં રહેતું નાનું રીંછ એવું નામ આપ્યું. તેના ત્રણ વર્ષ બાદ ઇટાલીયન જીવવિજ્ઞાની લેઝારો સ્પેલેન્ઝાનીએ તેને ટાર્ડીગ્રેડ નામ આપ્યું હતું. ટાર્ડીગ્રેડ નામનું આ જળચર પ્રાણી મોટાભાગે પર્વતીય વિસ્તારોમાં, મહાસાગરોમાં, ઉષ્ણકટિબંધીય વરસાદવાળા જંગલોમાં તેમજ એન્ટાકર્ટીકામાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. ટાર્ડીગ્રેડ એક લવચીક પ્રાણી છે, પરિસ્થિતિ અનુસાર શારીરિક અને માનસિક રીતે તે પોતાની જાતને ઢાળી શકે છે. સામાન્ય રીતે જ્યારે તે પૂરેપૂરા વિકસિત થઈ જાય છે ત્યારે તેમનું કદ લગભગ ૦.૫ એમ.એમ. (૦.૦૨ ઇંચ) જેટલું હોય છે. તેઓ કદમાં ટૂંકા અને ભરાવદાર હોય છે. એટલું જ નહીં, પણ દરેક પંજામાં ચાર ચાર પગની બે જોડ હોય છે. ટાર્ડીગ્રેડ મોટેભાગે શેવાળો, છોડની કોશિકાઓ તેમજ પાણીમાં રહેતાં નાના-નાના જીવોને આરોગે છે. સામાન્ય રીતે તેઓ લાંબા સમય સુધી ખાધા વગર રહી શકે છે. ઉપવાસના આ સમય દરમિયાન ટાર્ડીગ્રેડ તેની બધી જ શારીરિક પ્રક્રિયાને રોકી દે છે, અને સમય જતાં તેના શરીરમાં માત્ર ત્રણ ટકા જ પાણી બચે છે, જેના આધારે તે જીવિત રહે છે. પરંતુ તેને ખોરાક મળતા ફરી તે સક્રિય થઈ જાય છે. જો કે ભૂખ્યા રહેવાના તબક્કા દરમિયાન તેનું મૃત્યુ થવાની શક્યતા વધી જાય છે.

ટાર્ડીગ્રેડનો અર્થ ધીમુ ચાલનાર થાય છે. જમીન પર ચાલતાં રીંછની જેમ તે ધીમું ચાલતું હોવાથી તેમને પાણીમાંના રીંછનું ઉપનામ મળ્યુ છે. ટાર્ડીગ્રેડ મોટાભાગે શેવાળો અને લીલવાળી જગ્યા પર વધુ જોવા મળે છે. તેનું શરીર નળાકારમાં હોય છે. તેઓ સ્વભાવે શાંત અને મિલનસાર હોય છે. જો કે તેઓ વધારે પડતાં ડરપોક પણ હોય છે. તેનું શરીર ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે. તેનું માથુ,ં ત્યાર બાદ ત્રણ પગની અંદર તેનું શરીર અને ચોથા પગમાં તેની પાછળના ભાગનો સમાવેશ થાય છે. તેનું માથું તેના શરીરના પ્રમાણમાં ખૂબ જ નાનું હોય છે. તેનો પાછળનો ભાગ સૂંઢ જેવો હોય છે. ટાર્ડીગ્રેડ નામનાં આ જળચર પ્રાણીની ચામડી ખૂબ જ સંુવાળી અને નરમ હોય છે. તેની ચામડીમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન અને પ્રોટીન હોય છે. તેના પ્રથમ ત્રણ પગ હલન ચલન કરવામાં અને નિશ્ચિત દિશા તરફ જવા માટે મદદ કરે છે, જ્યારે ચોથા પગની જોડ તેના સૂંઢ જેવા ભાગ તરફ હોય છે, જે કોઈ વસ્તુને પકડવા કામ લાગે છે. આમ તો ટાડીગ્રેડ વનસ્પતિ અને બેક્ટેરિયા પર જ નભે છે. પરંતુ કેટલાક ટાડીગ્રેડ પ્રાણીભક્ષી પણ હોય છે અને એમાંના કેટલાક મોટાં ટાર્ડીગ્રેડ તો નાનાં ટાર્ડીગ્રેડને પણ ખાય  છે. આમ અજાયબ લાગતું આ પ્રાણીની ચામડી પણ કપડા,જુતા,પર્સ વગેરે જેવી વસ્તુંઓ બનાવવા  ઘણી કામ લાગે છે. આમ ટાર્ડીગ્રેડ દેખાવે ભલે ગમેતેવું લાગે પણ તે ઘણું કામનું પ્રાણી છે.

[email protected]